નિર્માતા - એકતા કપૂર, શોભા કપૂર
નિર્દેશક - સચિન યાર્ડી
સંગીત - આનંદ રાજ આનંદ, બપ્પી લહેરી
કલાકાર - તુષાર કપૂર, અનુપમ ખેર, રાજપાલ યાદવ, રાયમા સેન, મિથુન ચક્રવર્તી (વિશેષ ભૂમિકામાં - મહેશ ભટ્ટ, એકતા કપૂર, કરણ જોહર, સંજય દત્ત, સેલિના જેટલી)
'સી કંપની' ત્રણ મિત્રોની વાર્તા છે. અક્ષય કુમાર ક્રાઈમ રિપોર્ટર છે, રિટાયર્ડ એકાઉંટેંટ મિસ્ટર જોશી જેમનુ પોતાના પુત્ર સાથે બનતુ નથી અને લંબોદર પરસ્પર સારા મિત્રો છે. ત્રણે પોતાના મનની વાત બતાવે છે અને એક બીજાની કંપનીતેમને ગમે છે.
એક દિવસ પોતાની સમસ્યાથી છુટકારો મેળવવા તેઓ એક મજાક કરે છે. આ મજાક એવી નહોતી જેનાથી કોઈનુ નુકશાન થાય,પરંતુ વાત આગળ વધી જાય છે. જ્યાં સુધી તેઓ કશુ સમજી શકે આ એક સમાચાર બની જાય છે.
વાત આટલેથી જ અટકતી નથી. ઘટના પર ઘટનાઓ થતી જાય છે અને ત્રણે વિશે આખો દેશ વાતો કરે છે. સ્થિતિ તેમના નિયંત્રણ બહાર થઈ જાય છે અને ત્રણે પાસે ચૂપચાપ પોતાની આ પ્રસિધ્ધિને જોતા રહે એ વગર બીજો કોઈ વિકલ્પ બચતો નથી, કારણ કે કોઈ તેમની અસલિયત નથી જાણતુ.
શુ થશે આગળ ? છેલ્લે લોકો વચ્ચે મજાકના પાત્ર બનશે કે તેમનુ નસીબ આ ઘટનાને નવો જ વળાંક આપશે ? જાણવા માટે જુઓ 'સી કંપની'.