લકી જે પંજાબના એક નાનકડા ગામમાં જનમ્યો હતો, તે જ ગામમાં હેપ્પી સિંહ(અક્ષય કુમાર) રહે છે. હેપ્પી, લકીથી પણ વધુ બદનામ છે. પોતાની હાસ્યાસ્પદ હરકતોથી તેણે આખા ગામની નાકમાં દમ લાવી દીધો છે. હેપ્પીથી બચવા માટે ગ્રામવાસીઓ તેને દૂર મોકલવાનો નિર્ણય કરે છે. તેઓ ઈચ્છે છે કે હેપ્પી ઓસ્ટ્રેલિયા જઈને લકીને પંજાબ પાછો લઈ આવે કારણ કે તેણે પોતાની ધૃણાસ્પદ હરકતોથી ઓસ્ટ્રેલિયામાં ગ્રામવાસીઓની છબિ બગાડી મૂકી છે. હેપ્પી આ મિશનને થોડુ વધારે ગંભીરતાથી લઈ લે છે અને પોતાના મિત્ર ટોની સિંહ (ઓમપુરી)ની સાથે જવા માટે તતૈયાર થઈ જાય છે. હેપ્પીને ટોની નફરત કરે છે કારણકે તેણે હેપ્પીને કારણ વગર જ આમાં ધકેલ્યો. પોતાની યાત્રા દરમિયાન હેપ્પીની મુલાકાત સોનિયા(કેટરીના કેફ) સાથે થાય છે. સોનિયાને તે ચાહે છે. જ્યારે હેપ્પી પોતાનુ લક્ષ્ય મેળવી લે છે ત્યારે ઘણા એવા હાસ્યાસ્પદ પ્રસંગો બને છે કે તેના બધા પૈસા પૂરા થઈ જાય છે. નસીબજોગે તેને એક એવી સ્ત્રી (કિરણ ખેર)મળે છે, જે તેની મદદ કરે છે.
થોડીક એવી ઘટનાઓ બને છે કે લકી પહોંચી જાય છે હોસ્પિટલમાં અને હેપ્પી પાસેથી એવી આશા રાખવામાં આવે છે કે તે નવો 'કિંગ' બની જાય. પછી શરૂ થઈ જાય છે ગડબડ, ગેરસમજ અને હાસ્યાસ્પદ ઘટનાઓનો સિલસિલો, જેનુ પરિણામ આવે છે આઝાદી અને લગ્ન.
પંજાબ, ઓસ્ટ્રેલિયા અને ઈજિપ્તમાં 'સિંહ ઈઝ કિંગ'નુ શૂંટિંગ કરવામાં આવ્યુ છે. રોમાંસ, ગ્લેમર, હાસ્ય અને હિટ સંગીત આ ફિલ્મની વિશેષતા છે.