વર્ષ 2008માં પ્રદર્શિત થનારી ખાસ ફિલ્મો
વર્ષ 2008માં પ્રદર્શિત થનારી ખાસ અને મોટી ફિલ્મોંની યાદી પર નજર નાખતા શરૂઆતમાં ઘણી મોટી ફિલ્મો પ્રકાશિત થનારી છે. જેમાં ખાસ કરીને નવા વર્ષની સૌ પ્રથમ મોટી ફિલ્મ રાજકુમાર સંતોષીની "હલ્લા બોલ" છે. આ ફિલ્મ મનોરંજન ઉધોગનો નવા વર્ષનો શંખનાદ પણ સાબિત થાય તેવી ધારણા છે. નુક્કડ નાટકથી શરૂઆત કરી એક યુવાન ફિલ્મ-સ્ટાર બની જાય છે અને ડગલેને પગલે સફળતા મેળવતો તે પોતાની સામાજિક જવાબદારી અને વ્યકિતગત ઋણ ચૂકવવાનું પણ ભૂલી જાય છે. તે પાછો આવે છે અને પોતાના ગુરુની લડત ચાલુ રાખે છે. માધુરી અભિનીત ‘આજા નચલે’ની થીમ પણ આ જ હતી. પરંતુ બન્ને ફિલ્મોની રજૂઆતમાં ઘણો જ તફાવત છે. આના બે અઠવાડિયા પછી એટલે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં આશુતોષ ગોવારીકરની "જોધા-અકબર" પ્રદર્શિત થશે, આ ફિલ્મ ભારતીય મોગલ કથાના હોલીવૂડી અંદાજરૂપ પ્રસ્તુતિકરણ.
ત્રીજી મોટી ફિલ્મ યશરાજ ચોપડાની "ટશન" હશે. જેમાં સૈફ અને કરીના સાથે અનિલ કપૂર સૌપ્રથમવાર નકારાત્મક ભૂમિકાની કમાલ દેખાડનારો છે. કરીનાની બીજી પ્રેમકહાનીની આ પહેલી ફિલ્મ છે. જેમાં તે બિકિનીમાં એક સેકસી દ્રશ્ય કરી રહી છે. આ વર્ષે સલમાન ખાનની ત્રણ ફિલ્મો પ્રદર્શિત થઈ રહી છે. રુમી જાફરીની "ગોડ તુસ્સી ગ્રેટ હો", બોની કપૂરની તામિલ ફિલ્મ "પોખરી" પર આધારિત "વોન્ટેડ- ડેડ ઓર એલાઈવ" અને સુભાષ ઘઈની "યુવરાજ". આમિર ખાનની "ગજીની" પણ આ વર્ષે પ્રદર્શિક થશે. તેમ છતાં શાહરુખ ખાનની કોઈપણ ફિલ્મ નિર્માણાધીન નથી. 2007
ના સફળતમ નાયક અક્ષયકુમારની "સિંહ ઈઝ કિંગ" અને "ચાંદની ચોક ટુ ચાયના" તેમ જ પ્રિયદર્શનની પણ એક ફિલ્મ પણ પ્રદર્શિત થવાની છે.
નવો સિતારો હરમન બાવેજા પોતાના પિતાએ બનાવેલી "લવસ્ટોરી-2050" માટે તૈયાર થઈ રહ્યો છે. તેની અંતરંગ મિત્ર પ્રિયંકા ચોપડા સફળ નાયિકા છે. નિર્માણાધીન ફિલ્મના કેટલાંક અંશ જૉઈને બોની કપૂર અનીશ બાજમીના નિર્દેશનમાં તેની સાથે એક ફિલ્મ બનાવી રહ્યો છે. અભિષેક બરચન ગોલ્ડી બહલની "દ્રોણ" નામક ફિલ્મમાં કંઈક સુપરમેન જેવી ભૂમિકામાં આવી રહ્યો છે.આ વર્ષે કરણ જોહર પણ શાહરુખ અભિનિત "માઈ નેમ ઈઝ ખાન" અધવચ્ચેથી શરૂ કરી દીવાળી પર રજૂ કરવાનો પ્રયાસ કરવાનો છે. આ ફિલ્મ 9/11 પછીના અમેરિકામાં વસેલાં ભારતીય મુસલમાનની કથા છે. જેમાં અબ્બાસ-મસ્તાનની "રેસ" પણ સામેલ છે. આમાં કોણ બાજી જીતી જશે, એ દર્શાવવું મુશ્કેલ છે.
"ધૂમ-2" અને ‘ક્રિશ’માં રિતિકની સફળતા બાદ આ ફિલ્મ બનાવવામાં આવી છે. રાકેશ રોશને પોતાની મોટી ફિલ્મ "ક્રિશ-2"ની કાગળ પરની તૈયારી કર્યા બાદ અરશાદ વારસી, રાજપાલ યાદવ જેવાં કલાકારો સાથે "ક્રેજી-4" બનાવવાના છે, રવિ ચોપડાની અમિતાભ બરચન અભિનીત "ભૂતનાથ"માં શાહરુખ ખાનની અતિથિ ભૂમિકા છે.