Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રામ લખનની રીમેકમાં સિધ્ધાર્થ-વરૂણ ફાઈનલ, કરણ રોહિત બનાવી રહ્યા છે ફિલ્મ

રામ લખનની રીમેકમાં સિધ્ધાર્થ-વરૂણ ફાઈનલ, કરણ રોહિત બનાવી રહ્યા છે ફિલ્મ
, શનિવાર, 27 જૂન 2015 (15:06 IST)
ઓગ્સ્ટ 2014માં કરણ જોહર પ્રોડક્શન હાઉસ તરફથી એક ચોંકાવનારી ટ્વીટ થયેલી જેમાં લખ્યું હતું એક . એક અગત્યની જાહેરાત ! રોહિત શેટ્ટી અને કરણ  જોકર , મુક્તા આર્ટસ સાથે મળીને 2016માં તમારી સમક્ષ લાવશે રામ લખન 
 
1989ની સુભાષ ઘઈની હીટ ફિલ્મ રામ લખનની રીમેઈકની જાહેરાત થયા પછી આ ફિલ્મનું ક્યાંક નમા નિશાન નહોતું દેખાતું પણ હવે ફરી હલચલ શરૂ થઈ છે . આ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્ર કહે છે કે રામ લખનની રીમીએકની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને મુખ્ય સ્ટરા તરીકે કરણ જોહરના ફેવરીટ સિધ્ધાર્થ મલહોત્રા અને વરૂણ ધવનને નક્કી કરવામાં અ અવ્યા છે જો કે હજુ અધિકૃત જાહેરાત થવાની બાકી છે. પન માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મને શરૂ કરવાની તડામાર તૈયારીઓ ચાલે છે. 
 
રામ લખનની રીમેઈકમાં રામ તરીકે સિદ્ધાર્થ જેકી શ્રોફનો રોલ ભજવશે તો વરૂણ લખન તરીકે અનિલ કપૂરમી ભૂમિકા ભજવશે. 
 
જો કે આ ફિલ્મને લઈને અગાઉ અર્જુન કપૂર અને રણવીરસિંહનો નામો પર વિચારણ થઈ હતી. પરંતુ આ બન્ને હાલ બીજી ફિલ્મમાં વ્યસ્ત હોઈ તેમના બદલે સિદ્ધાર્થ વરૂણને લઈ લેવામાં આવ્યો છે કરણ અને રોહિત અને મુક્તા આર્ટસ જેવા મોટા પ્રોડકશન હાઉસના બેનર નીચે બની રહેલી આ ફિલ્મ 2016માં સ્ક્રીન પર આવી જશે.  
 

Share this Story:

Follow Webdunia gujarati