નિર્માતા : રંગિતા પ્રીતિશ નંદી, રજત કપૂર
નિર્દેશક : સૌરભ શુક્લા
કલાકાર : રજત કપૂર, નેહા ધૂપિયા, વિનય પાઠક, ઈરાવતી હર્ષ, નવનીત નિશાન, દલીપ તાહિલ, અનુ મેનન
રાહુલ (રજત કપૂર) એક એડ ફિલ્મ મેકર છે. તેના લગ્નને આઠ વર્ષ થઈ ચૂક્યા છે.અને તે પોતાની પત્ની મિતાલી (ઈરાવતી હર્ષ)સાથે ખુશ છે. તેમને એક છોકરી પણ છે. મિતલીએ પોતાનુ કેરિયર પરિવાર માટે ત્યજી દીધુ છે. તે પોતાના પતિ અને પુત્રી પર જ સંપૂર્ણ ધ્યાન આપવા માંગે છે.
એક સવારે રાહુલ જ્યારે ઉઠે છે તો તેના પર એ રાતની પાર્ટીનુ હેંગઓવર છે. તેને યાદ આવે છે કે રાત્રે તે એક સેક્સી અને જવાન મહિલા સોફિયા (નેહા ધૂપિયા)ને મળ્યો હતો. સોફિયા એક ઉભરતી અભિનેત્રી છે અને પાર્ટીમાં સૌનુ ધ્યાન તેના તરફ જ હતુ.
રાહુલને યાદ આવે છે કે સોફિયાએ અને તેણે દારૂ પીધી હતી, પરંતુ ત્યારબાદનો ઘટનાક્રમ તેને યાદ નથી આવતો. ખબર નહી નશામાં તેણે શુ કર્યુ, ન કર્યુ, આ તે સારી રીતે વિચારી જ નથી શકતો.
રાહુલની સામે પોતાની પત્ની મિતાલી હોય છે જે તે દિવસે ખરાબ મૂડમાં જોવા મળે છે. રાહુલ વિચારે છે કે તેની પત્ની મિતાલીને તેની પર શક છે. રાહુલ આ જાણવાના પ્રયત્નોમાં લાગી જાય છે કે તે રાત્રે શુ થયુ હતુ.
આ કામ માટે તે મદદ લે છે પોતાના બે મિત્રો સક્સેના(દલીપ તાહિલ) અને અમિત(વિનય પાઠક)ની. સક્સેના અને અમિતની પોત-પોતાની સમસ્યા છે. ત્રણે કપલ્સ દ્વારા વર્તમાન સમયના લગ્નજીવન પર પણ નજર રાખવાની કોશિશ આ ફિલ્મમાં કરવામાં આવી છે.