તળાવમાં એક લાશને તરતી જોવામાં આવે છે. જેના ગળાની આસપાસ કંઈક નિશાન પડેલા છે. આ હત્યા સાથે આયેશા ટાકિયાને જોડવામાં આવે છે. આયેશા એક ડબિંગ આર્ટિસ્ટ છે, જે કાર્ટૂન પાત્રોને પોતાનો અવાજ આપે છે.આયેશા કહે છે કે હત્યા સાથે તેની કોઈ લેવાદેવા નથી, પણ એક પછી એક એવી કેટલીય ઘટનાઓ બને છે જે તેણી તરફ આંગળી ચીંધે છે. આયેશા એ તો માને છે કે બધા પુરાવા તેની વિરુધ્ધ છે, પણ તેને એ નથી યાદ આવતુ કે તે કેવી રીતે આ બધા સાથે સંકળાયેલી છે. તેનો વાગ્દત્તા(સગપણ થયેલ વ્યક્તિ) એસીપી અજય દેવગન એ માને છે કે આયેશા માસૂમ છે, પણ તે આ વાતથી પણ ના નથી પાડતો કે આયેશા આ હત્યાકાંડ સાથે જોડાયેલી છે. ફર્જ અને પ્રેમની વચ્ચે તેની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ જાય છે.
એક લાશ બીજી મળે છે. તે લાશની પાસેથી બ્રેસલેટ મળે છે જે આયેશાનું હોય છે. બધા આ હત્યા માટે દોષી આયેશાને બતાવે છે, પણ આયેશાને કશુ જ યાદ નથી આવતુ.
શુ આયેશા એટલી ભોળી છે જેટલી તે દેખાય છે ?
શુ અજય જેને પ્રેમ કરે છે તે એક ગુન્હેગાર છે?
આયેશાને ઘટનાઓ કેમ નથી યાદ આવી રહી ?
શુ તેણી કોઈ ષડયંત્રની ભોગ બની છે ?
જવાબ જાણવા જુઓ 'સંડે'