Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રબ ને બના દી જોડી

રબ ને બના દી જોડી
નિર્માતા : યશ ચોપડા, આદિત્ય ચોપડા
નિર્દેશન, કથા, પટકથા, સંવાદ : આદિત્ય ચોપડા
ગીતકાર : જયદીપ સાહની
સંગીતકાર : સલીમ મર્ચંટ-સુલેમાન મર્ચંટ
કલાકાર : શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા, (નવો ચહેરો), વિનય પાઠક, વિશેષ ભૂમિકામાં - કાજોલ, રાની મુખર્જી, પ્રીતિ જિંટા અને પ્રિયંકા ચોપડા
રજૂ થવાની તારીખ : 12 ડિસેમ્બર 2008

શુ તમે કદી વિચાર્યુ છે કે રોડ પર ફરતા કે તમારી આસપાસ એક સાધારણ, સામાન્ય અને અનાકર્ષક વ્યક્તિ પાસે પણ તમને બતાવવા માટે તેની પોતાની પ્રેમકથા હોઈ શકે છે ? મોટા ભાગના લોકો ના કહેશે કારણકે સામાન્ય માણસની પાસે પ્રેમ, છેડતી અને દિલને સ્પર્શી જનારી પ્રેમકથા કેવી રીતે હોઈ શકે છે ?

પરંતુ પ્રેમ સાધારણ અને અસાધારણ, આકર્ષક અને અનાકર્ષક જેવી વસ્તુઓમાં ભેદ નથી કરતો. તે તો કોઈને પણ થઈ શકે છે. જેના તન અને મન પર પ્રેમનો નશો છવાઈ જાય છે, તેને ચમત્કારી અનુભવ થાય છે.

P.R
કાંઈક આવો જ અનુભવ થયો સુરિન્દર સાહની(શાહરૂખ ખાન) ને. દેખાવમાં સાધારણ, સાફ દિલ, ઈમાનદાર સુરિન્દર પંજાબ પાવરને માટે કામ કરે છે. નીરસ જીંદગી જીવી રહેલા સુરિન્દરની મુલાકાત તાની(અનુષ્કા શર્મા) સાથે થાય છે.

સુરિન્દર જેટલો નીરસ છે, તાની એટલી જ જીંદાદિલ અને જીંદગીનો પૂરો આનંદ લેનારી છોકરી છે. તેના માટે આખી દુનિયા એક કેનવાસ છે, જેમાં તે ઈન્દ્રધનુષી રંગ ભરતી રહે છે. અપ્રત્યાશિત ઘટનાક્રમ કાંઈક એવા બને છે જે બંનેને ભેગા કરી દે છે.

ત્યારબાદ શરૂ થાય છે એક એવી યાત્રા જે હાસ્ય, આંસુ, ખુશી, દુ:ખ, સંગીત, નૃત્ય અને પ્રેમથી ભરપૂર છે. એક એવી યાત્રા જે અમને વિશ્વાસ અપાવે છે કે દરેક સાધારણ જોડી એક અસાધારણ પ્રેમકથા હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati