વિકાસની છબિને ધ્યાનામં રાખીને ઈસ્તાંબુલની વિવિદાસ્પદ ચેનલ 'અલ જોહરા'ના સીનિયર પ્રોડ્યૂસર તેની સામે નોકરીનો પ્રસ્તાવ મૂકે છે. ચેનલના હેડ ઓવેસ હુસૈન (સુનીલ શેટ્ટી) આ ભારતીય પત્રકારને મોં માંગ્યુ વેતન આપવા તૈયાર છે. વિકાસ આ પ્રસ્તાવ સ્વીકારી લે છે. એવુ માનવામાં આવે છે કે 'અલ જોહરા'ના તાર આંતરરાષ્ટ્રીય આતંકવાદિઓ સાથે જોડાયેલા છે અને આ ચેનલ તેમની પ્રવક્તા છે. વિકાસ પાસે આ ચેનલ શુ આશા રાખે છે, તે માટે તેને ત્રણ મહિનાના એક પોગ્રામમાં ભાગ લેવા માટે તેને તુર્કીની રાજધાની ઈસ્તાંબુલ બોલાવવામાં આવે છે.
આ દરમિયાન વિકાસને ચેનલ અને દુનિયાના સૌથી મોટા આતંકવાદી અબૂ નજીર(શબ્બીર અહલૂવાલિયા)ના સંબંધોની જાણ થાય છે. વિકાસને અનુભવ થાય છે કે તેની જીંદગી મુશ્કેલીમાં છે. પોતાની મદદ માટે તે રિઝવાન (વિવેક ઓબેરોય)ની સાથે મળીને ટીમ બનાવે છે. રિઝવાન તુર્કિશ ફોર્સમાં કમાંડો રહી ચૂક્યો છે.
એક એવી જગ્યા જ્યાં ફક્ત બંદૂકની ભાષા જ સાંભળી અને બોલી શકાય છે, ત્યાં પત્રકાર શુ કરી બતાવશે ? જોવા માટે જુઓ 'મિશન ઈસ્તાંબુલ'