એક દિવસ મિ. ભટ્ટીને ખબર પડે છે કે મફતમાં યુરોપ ફરવાનુ ઈનામ તેમના નામે ખૂલ્યુ છે. જો કે મિ. ભટ્ટીએ આ પ્રકારની કોઈ પણ સ્પર્ધામાં ભાગ લીધો નહોતો. મફતનુ ઈનામ કોણે ન ગમે ? તેમણે યૂરોપ જવાની તૈયારી કરી લીધી. મિ. ભટ્ટીના વિશે એક ખાસ વાત સામાન્ય માણસની જેમ તેઓ પણ બીગ બી એટલેકે અમિતાભ બચ્ચના દિવાના છે. યૂરોપ જવાની ખબર તે પોતાના પ્રિય કલાકારને બતાવવા માંગે છે. બિગ-બીના બંગલાની બહાર ઉભી ભીડનો એ પણ એક ભાગ બની ગયા અને બિગ-બીને પોતાની આ યાત્રાના વિશે જણાવ્યુ. સુંદર યૂરોપમાં મિ. ભટ્ટી પહોંચી ગયા. ત્યા પણ તેમની સાથે વિચિત્ર ઘટનાઓ થવી જરૂરી હતી. યૂરોપમાં દરેક જગ્યાએ તેમનુ ખૂબ સ્વાગત થયુ. એક અંગ્રેજી યુવતી એલિસ મિ. ભટ્ટી પર મોહિત થઈ ગઈ. મિ. ભટ્ટીને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તેમનુ દિલ ખુશીથી કૂદી રહ્યુ હતુ અને પોતાની ખુશીઓ પર તેઓ કંટ્રોલ નહોતા રાખી શકતા. અચાનક એક દિવસ એલિસ ગાયબ થઈ ગઈ. શોધખોળ કરવામાં આવી, પરંતુ તે મળી નહી. એલિસને મૃત્યુ પામેલી માની લેવામાં આવી અને તે માટે મિ. ભટ્ટીને જવાબદાર માનવામાં આવ્યા. સ્કોટલેંડ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી અને તેનુ ચોંકાવનારુ પરિણામ સામે આવ્યુ. તેમણે મિ. ભટ્ટીને ખતરનાક આતંકવાદી અબૂ સિદ્દકી જાહેર કરી દીધો. મિ. ભટ્ટીએ સૌની સામે સ્વીકારી લીધુ કે તેઓ જ અબૂ સિદ્દકી છે. પોલીસના દબાણમાં આવીને નહી પરંતુ તેમણે આવુ કરવા માટે તેમના પ્રિય અભિનેતા અમિતાભ બચ્ચને કહ્યુ હતુ.
અમિતાભ વચ્ચે કેવી રીતે આવી ગયા ?
તેમણે આવુ કેમ કર્યુ ?
શુ મિ. ભટ્ટી હકીકતમાં ખતરનાક આતંકવાદી છે ?
તેમની સાથે વિચિત્ર ઘટનાઓ કેમ થઈ રહી છે ?
શુ છે મિ. ભટ્ટીનો વિશ્વશાંતિનો પ્લાન ?
જાણવા માટે જુઓ 'મિ. ભટ્ટી ઓન છુટ્ટી'