ઉદય શંકર પોતાની પત્ની પર વધુ પડતો હક જમાવે છે. સાથે સાથે તેઓ પોતાના અભિનય પર ફીદા છે. તેઓ એક્ટિંગ નહી પણ ઓવર એક્ટિંગ કરે છે. અકબરનુ પાત્ર ઓથેલોની જેવુ છે અન ઓથેલોનો અભિનય તે હનુમાનની જેમ કરે છે. તેઓ પોતાની જાતને 'લીવિંગ લીજેંડ' માને છે. તેમનો અભિનય જોઈને ભલે દર્શકોનો જીવ નીકળી જાય. છેવટે તેઓ પોતાના જીવના જોખમે પડકારપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ આ ફિલ્મની આત્મા છે.હલ્દી હસન (કે.કે. મેનન)
સ્ટાઈલિશ, રોમાંટિક અને ઉર્દૂ ગઝલ ગાયક હલ્દી હસન પોતાની દરેક પ્રશંસિકાના પ્રેમમાં પડી જાય છે, જે તેમને મળવા આવે છે. રોમાંસ તેમના રંગ-રંગમાં છે. ગીતમાં રોમાંસ, બોલવામાં રોમાંસ, અને તેમના જીવવાના અંદાજમાં રોમાંસ જ રોમાંસ જોવા મળે છે. આ વાત બીજી છે કે તેમની વિશિષ્ટ ઉર્દૂ અને રહસ્યમયી મગજને કોઈ નથી સમજી શકતુ.