બેનર : બોર્ન ફ્રી એંટરટેનમેંટ, રિલાયંસ એંટરટેનમેંટ
નિર્માતા : દીયા મિર્જા, સાહિલ સંઘા રિલાયંસ એંટરટેનમેંટ
નિર્દેશક : સમર શેખ
સંગીત : શાંતનૂ મોઈત્રા
કલાકાર : વિદ્યા બાલન, અલી ફઝલ, કિરણ કુમાર, અર્જુન વાજવા, સુપ્રિયા પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, તનવી આઝમી, ઝરીના વહાવ
રજૂઆત તારીખ : 4 જુલાઈ 2014
મહિલા પાત્રને જાસૂસના પાત્રમાં લઈને ભારતમાં બોબી જાસૂસ પહેલા કદાચ જ જોઈ ફિલ્મ બની હશે. આ સ્ટોરી છે બોબીની જે હૈદરાબાદમાં રહે છે.
બોબી પર એક જ ધૂન સવાર છે કે તે પોતાના શહેરની નંબર વન જાસૂસ બનવા માંગે છે. બોબીનુ પાત્ર વિદ્યા બાલને ભજવ્યુ છે. જ્યારે દીયા અને સાહિલ તેમને સ્ટોરી
સંભળાવવા આવી પહોંચ્યા તો વિદ્યાએ પૂછી લીધુ કે વિષય શુ છે ? જવાબ મળ્યો જાસૂસની સ્ટોરી. વિદ્યાને લાગ્યુ કે આ કરમચંદ જેવી સ્ટોરી હશે. જેમા તેને કિટીનુ પાત્ર ભજવવાનુ હશે. પણ જ્યારે તેને જાણવા મળ્યુ કે તેને પોતે જ બોબી જાસૂસ નુ પાત્ર ભજવવાનું છે તો તે ખુશીથી ઉછળી પડી.
વિદ્યા આ ફિલ્મમાં જુદા જુદા ગેટ્સઅપમાં જોવા મળશે. હૈદરાબાદ રેલવે સ્ટેશનની બહાર તે ભિખારીના વેશમાં શૂટિંગ કરી રહી હતી. તેનો વેશ એટલો ગજબનો હતો કે એક સ્ત્રીએ સાચે જ ભિખારી સમજીને તેને પૈસા આપી દીધા.