બદમાશ કંપની : ચાર મિત્રોની વાર્તા
બેનર : યશરાજ ફિલ્મ્સ નિર્માતા : આદિત્ય ચોપડા વાર્તા, સ્ક્રીનપ્લે, સંવાદ, નિર્દેશન : પરમીત સેઠી ગીત - અંવિતા દત્ત સંગીત : પ્રીતમ કલાકાર : શાહિદ કપૂર, અનુષ્કા શર્મા, વીર દાસ, મિયાંગ ચેંગ, અનુપમ ખેર, કિરણ જુનેજા, પવન મલ્હોત્રા, જમીલ ખાન
1990
ના એક સરેરાશ ભારતીયની જીંદગીની તુલના આજે કરવામાં આવે તો ઘણો ફરક જોવા મળશે વિસાસિતાપૂર્ણ વસ્તુઓ ઘણી ઓછી જોવા મળે છે. 'ઈમ્પોર્ટેડ' શબ્દની ખૂબ માંગ હતી. કોઈપણ વસ્તુ જો ઈમ્પોર્ટેડ હોય તો એવુ માનવામાં આવતુ હતુ કે તે સારી છે. 'બદમાશ કંપની'ની વાર્તા એ સમયની છે. બોમ્બે (ત્યારે મુંબઈ આ જ નામથી ઓળખાતુ હતુ)ના મિડલ ક્લાસના ચાર યુવા કરણ (શાહિદ કપૂર), બુલબુલ(અનુષ્કા શર્મા), ચંદૂ(વીર દાસ) અને જિંગ(મિયાંગ ચેંગ)મળીને એક વેપાર શરૂ કરે છે. તેઓ ઈમ્પોર્ટેડ વસ્તુઓ લાવીને ભારતમાં વેચે છે. ઈમ્પોર્ટેડ વસ્તુ પ્રત્યે ગજબનો ક્રેઝ હતો, આ કારણે તેમનો વ્યવસાય સારો ચાલે છે. તેઓ ટૂંક સમયમાં જ પોતાના વેપારના કિંગ બની જાય છે. ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાના ચક્કરમાં તે ખરા-ખોટાના ઝંઝટમાં નથી પડતા