નિર્માતા : સુભાષ ઘાઈ, રાજુ ફારૂકી
નિર્દેશક : પારિતોષ પેંટર
ગીત : શબ્બીર અહમદ, જલીસ શેરવાની
સંગીત : સાજીદ-વાજીદ
કલાકાર : શ્રેયસ તળપદે, સેલિના જેટલી, આશીષ ચૌધરી, રિયા સેન, જાવેદ જાફરી, નેહા ધુપિયા, ચંકી પાંડે, સયાલી ભગત, વત્સલ સેઠ, જોની લીવર, પેંટલ, અસરાની
નિર્માતાના રૂપમાં સુભાષ ઘઈ નાના બજેટવાળી ફિલ્મોનું નિર્માણ સતત કરી રહ્યાં છે, જેનું નિર્દેશન તેઓ જાતે નથી કરતાં. 'પઈંગ ગેસ્ટ' નું નિર્દેશક પારિતોષ પેંટરે કર્યું છે, જેમણે 'ધમાલ' જેવી હીટ ફિલ્મોનો સ્ક્રીન પ્લે લખ્યો હતો.
ઘર ભાડા પર લેવા માટે લોકો શું શું નથી કરતાં. આ વિષય પર કેટલીય ફિલ્મોમાં હાસ્ય રચવામાં આવ્યુ છે અને એક વખત ફરીથી 'પેઈંગ ગેસ્ટ'માં આ વિષયને જોવા માટે તૈયાર થઈ જાવ.
ચાર યુવાન (શ્રેયસ તળપદે, જાવેદ, આશીષ ચૌધરી અને વત્સલ શેઠ) મોજ-મસ્તીની સાથે જીંદગી જીવવાનું પસંદ કરે છે. ભાડાનું ઘર શોધવામાં તેમને ખાસ કરીને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘરની શોધ કરતાં તેમની મુલાકાત મકાન માલિક બલ્લૂ (જોની લીવર) સાથે થાય છે. બલ્લૂને તેઓ પોતાના ઘરમાં પેઈંગ ગેસ્ટ બનીને રહેવા માટે રાજી કરી લે છે.
બલ્લૂ તેમની આગળ ભારે શરત મુકી દે છે. તે તેમને પેઈંગ ગેસ્ટ તરીકે રાખવા માટે તૈયાર છે પરંતુ યુગલ કે જોડાના રૂપમાં. શરત સાંભળીને ચારેયનું મગજ ફરવા લાગી જાય છે. તેઓ બધા બિચારા કુવારા હતાં, હવે આવામાં પત્ની ક્યાંથી લાવે?
આ શરતને પુર્ણ કરવા માટે શરૂ થાય છે હાસ્ય ઘટનાઓનો ક્રમ.