ખિલાડી 786 આ વર્ષ અક્ષય કુમારની રજૂઆત થનારી પાંચમી ફિલ્મ હશે. ખેલાડી કુમાર માટે આ વર્ષ શ્રેષ્ઠ રહ્યુ છે. તેમની બે ફિલ્મો 'રાઉડી રાઠોર' અને 'હાઉસફુલ 2' એ બોક્સ ઓફિસ પર સો કરોડ રૂપિયાથી વધુનુ કલેક્શન કર્યુ. નિર્માતાના રૂપમાં બનાવવામાં આવેલ ઓહ માય ગોડ હિટ રહી.
'જોકર' જરૂર ફ્લોપ ગઈ, પણ અક્ષયે આ ફિલ્મ રજૂ થતા પહેલા જ પોતે આ ફિલ્મથી અલગ થઈ ગયા અને પોતાના કેરિયર પર દાગ લાગતો બચાવી લીધો. કેટલાક લોકોએ તેમની ઈમાનદારીના વખાણ કર્યા કે અક્ષયને ફિલ્મ પસંદ ન આવી તો તેણે પોતાના પ્રશંસકોને તેને જોવાની વિનંતી નહી કરી. બીજી બાજુ આલોચના એ માટે થઈ કે 'જોકર'માં કામ કરવાના બદલામાં પૈસા લીધા હતા તો એક પ્રોફેશનલ કલાકારની જેમ પ્રચાર પણ કરવો જોઈએ હતો.
હાલ તો અક્ષય પોતાના સારા ચાલી રહેલા સમયનો પૂરો ફાયદો ઉઠાવવા માંગે છે, તેથી જ તેમણે પોતાની ફિલ્મ 'ખિલાડી 786' તાત્કાલિક પૂર્ણ કરી અને ડિસેમ્બરમાં આ ફિલ્મ રજૂ થવા જઈ રહી છે. એક સમય એવો હતો જ્યારે અક્ષય કુમારે ખિલાડે નામની ઘણી સફળ ફિલ્મો આપી હતી. હવે લાંબા સમય પછી ખિલાડી શબ્દનો ઉપયોગ તેમની ફિલ્મના નામમાં થઈ રહ્યો છે.
P.R
કોમેડી અને એક્શનથી ભરપૂર આ ફિલ્મની સ્ટોરી કંઈક આ પ્રમાણે છે. મનસુખ એક મેરેજ બ્યુરો ચલાવનારા ચંપક લાલનો દિકરો છે. મનસુખે જે પણ કામ કર્યા છે તેમા તેને નિષ્ફળતા મળી છે. પોતાના પિતાનો વ્યવસાય ચલાવવા માટે તેને મદદ કરવાના રૂપમાં જે પણ લગ્ન નક્કી કર્યા તે લગ્ન થતા પહેલા જ તૂટી ગયા.
P.R
પોતાના પિતાની નજરમાં પોતાની જાતને કાબેલ સાબિત કરવા મનસુખ એક તક વધુ માંગે છે અને એક વિચિત્ર લગ્ન નક્કી કરવામાં લાગી જાય છે. અંડરવર્લ્ડ ડોન ટીટી આઈ ભાઈની બગડેલી બહેન ઈન્દૂના લગ્ન તે પોલીસ ઓફિસર બખ્તર સિંહ ઉર્ફ ખિલાડી 786 સાથે કરાવવાની કોશિશ કરે છે.
P.R
ટીટી ભાઈને મનસુખ કહે છે કે તે પોતાને પોલીસવાળો બતાવે. અતિ ઉત્સાહી મનસુખ એ નથી જાણતો કે બખ્તર સિંહ, તેના પિતા સત્તર સિંહ અને અંકલ એકત્તર સિંહ પોલીસવાળા નહી પણ ચોર છે.
P.R
મજા ત્યારે આવે છે જ્યારે બે જુદા જુદા પ્રદેશમાં રહેનારી ફેમિલી એકબીજાની સામે ખુદને પોલીસ બતાવે છે. બિચારો મનસુખ એ નથી જાણતો કે જ્યારે પોલ ખુલશે ત્યાર તેનુ શુ થશે.