Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેશ દ્રોહી

દેશ દ્રોહી
IFM
નિર્માતા : કમલ રશીદ ખાન
નિર્દેશક : જગદીશ શર્મા
સંગીત : નિખિલ,પ્રમોદ નાયર
કલાકાર : ગ્રેસી સિંહ, રવિ કિશન મનોજ તિવારી, ઈષિતા ભટ્ટ, મુકેશ તિવારી, યશપાલ શર્મા, નિર્મલ પાંડે, રંજીત, રઝા મુરાદ, શક્તિ કપૂર, કાદર ખાન, પ્રેમ ચોપડા, કિમ શર્મા, કમલ રશીદ ખાન.

ઉત્તર ભારતના ગામમાં રહેનારો રાજા એક કુંઠિત વ્યક્તિ છે. તે ખેડૂત પરિવારનો છે. નેહા નામની છોકરી રાજાને પ્રેમ કરે છે. એક દિવસ રાજા બધાને છોડીને પોતાના સપના પૂરા કરવા મુંબઈ પહોંચી જાય છે.

રાજાનો મિત્ર શેખર મુંબઈમાં જ રહે છે અને વોચમેનની નોકરી કરે છે. તે રાજાને પણ વોચમેનની નોકરી કરવાની સલાહ આપે છે. જેને રાજા ઠોકર મારે છે. સોનિયા નામની એક છોકરી જોડે રાજાની સંજોગાવાત વારંવાર મુલાકાત થઈ જાય છેમ જે બાબા કદમ માટે મજબૂરીમાં કામ કરતી હોય છે. બાબા ડ્રગ્સનો ડીલર છે.

ઉત્તર ભારતીય હોવાને કારણે રાજાને મુંબઈમાં રહેવા માટે તકલીફોનો સામનો કરવો પડે છે. શ્રીવાસ્તવ ઉત્તર ભારતીયોનો નેતા છે, જેને તે પોતાનો આદર્શ માને છે. પરંતુ તે પણ બીજા નેતાઓની જેમ જ ભ્રષ્ટ અને સ્વાર્થી છે.

ફિલ્મમાં મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ બતાવ્યા છે, જે પ્રજાને બેવકૂફ બનાવે છે. મીડિયાના કેટલાક લોકો છાપા અને ટેલીવિઝન દ્વારા આ નેતાઓની પોલ ખોલવા માંગે છે.

બાબા માટે કામ કરવાને કારણે સોનિયાની રાજન નાયક સાથે દુશ્મની છે. રાજન નાયક ડ્રગ ડીલર છે અને તેના હાથે રાજન નાયકના ભાઈનું ખૂન થઈ જાય છે. રાજન લાલપીળો થઈ જાય છે. તે રાજેશ શર્મા નામના ઈંસપેક્ટરને સોનિયા અને રાજાને મારવાનો કોંટ્રેક્ટ આપે છે.

webdunia
IFM
રાજા અને સોનિયા પાછળ પોલીસ અને માફિયાના લોકો પડી જાય છે. સોન્યાની આંટીને ત્યાં બંને સંતાય જાય છે. આ દરમિયાન તેમને ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે.

તકનો લાભ ઉઠાવવાના ઉદ્દેશ્યથી બાબા કદમ બંનેને ડબલ ક્રોસ કરે છે. શ્રીવાસ્તવ પણ બંનેની મદદ કરવાનુ નાટક કરે છે. આ બધી ઘટના ન્યૂઝ ચેનલો માટે 'હોટ કેક' બની જાય છે. યુવા ઈંસેપેક્ટર રોહિત રાઘવ સોગંધ ખાય છે કે તે જલ્દીથી રાજાની ધરપકડ કરી લેશે.

રાજાને અનુભવ થાય છે કે સમગ્ર રાજનીતિક વ્યવસ્થા ભ્રષ્ટ થઈ ચૂકી છે. તે કાયદાને પોતાના હાથમાં લઈને એક-એક ખલનાયકોની હત્યા કરવા માંડે છે. મીડિયા એ જાણવાના પ્રયત્નો કરે છે કે આ હત્યાઓ કોણ કરી રહ્યુ છે.

ફિલ્મના અંતમાં તે શ્રીવાસ્તવને પણ મારી નાખે છે. આ ઘટનાક્રમને મીડિયા કવર કરે છે. છેવટે સોનિયાને લઈને રાજા પોતાના ગામ પાછો ફરે છે.

Share this Story:

Follow Webdunia gujarati