Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેવ ડી

દેવ ડી
.
નિર્માતા. રોની સ્કૂવાલા
નિર્દેશક - અનુરાગ કશ્યપ
સંગીત - અમિત ત્રિવેદી
કલાકાર - અભય દેઓલ, કલ્કિ કોએચ્લિન, માહી ગિલ, પરખ મદાન
પ્રસિધ્ધ ઉપન્યાસ 'દેવદાસ' પર ઘણી ફિલ્મો બની ચૂકી છે અને છેલ્લે સંજય લીલા ભંસાલીએ શાહરૂખ ખાનને લઈને દેવદાસ બનાવી હતી. આ ઉપન્યાસને આધાર બનાવીને અનુરાગ કશ્યપે 'દેવ ડી' નામની ફિલ્મ બનાવી છે. દેવદાસ હવે દેવ ડી થઈ ગયા છે. અનુરાગે દેવદાસને આજના યુગનો બતાવ્યો છે અને સમય મુજબ વાર્તામાં ફેરફારો પણ કર્યા છે. બંગાળને બદલે તેને પંજાબ અને દિલ્લીની નજીક ફિલ્માવ્યુ છે. ફિલ્મની વાર્તા આ પ્રકારની છે.

IFM
દેવ ડી એક શ્રીમંત ઉદ્યોગપતિનો પુત્ર છે. 12 વર્ષની વયમાં જ તેને લંડન અભ્યાસ કરવા માટે મોકલી દેવામાં આવ્યો હતો. યુવા દેવ જ્યારે પાછો પોતાના શહેરમાં આવે છે તો તેના પગ નીચેની જમીન સરકી જાય છે. તેના બાળપણની પ્રેમિકા પારોનુ લગ્ન કોઈ બીજા સાથે થઈ જાય છે. પારોનો પતિ તેના કરતા વયમાં ઘણો મોટો છે અને તેના બાળકો પણ છે. નિરાશ દેવ દારૂ અને ડ્રગ્સમાં પોતાનુ દુ:ખ ભૂલવાના પ્રયત્નો કરે છે. એ પોતાના ઘરેથી દૂર રહે છે જ્યા તેના પિતા તેને પૈસા મોકલતા રહે છે.

લેનીને જીંદગી પોતાની મુજબ જીવવી પસંદ છે. તેનુ નામ એક એમએમએસ સ્કેંડલ સાથે જોડાય છે અને તે પોતાના ઘરેથી ભાગી જાય છે. ચુન્નીની જગ્યાએ તેને આશરો મળે છે જ્યા તેને લેનીને બદલે ચંદા બનાવી દેવામાં આવે છે. લેનીના રૂપમાં એ દિવસે કોલેજમાં જાય છે અને આતે ચંદાના રૂપમાં વેશ્યાનુ કામ કરે છે.

webdunia
IFM
ત્યારબાદ દેવ, પારો અને ચંદાના જીવનમાં ઘણા નાટકીય વળાંકો આવે છે.

નિર્દેશક અનુરાગ કશ્યપે દેવ ડી દ્વારા વર્તમાનની યુવા પેઢીને બતાવવાના પ્રત્યત્નો કર્યા છે. જે દેશી અને વિદેશી સંસ્કૃતિની વચ્ચે અટવાઈ ગઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati