Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દસવિદાનિયા

દસવિદાનિયા
નિર્માતા : વિનય પાઠક, આજમ ખાન
નિર્દેશક : શશાંત શાહ
સંગીત : કૈલાશ ખેર
કલાકાર : વિનય પાઠક, રજત કપૂર, નેહા ધૂપિયા, સૌરભ શુક્લા, રણવીર શૌરી, સુચિત્રા પિલ્લઈ, સરિતા જોશી.

અમર કૌલ (વિનય પાઠક)ની વય હશે લગભગ 36 વર્ષની આસપાસ અને તેઓ મુંબઈ નગરના રહેવાસી છે. અમર એકાંતપ્રિય અને શર્માળ ટાઈપનો માણસ છે. તેનામાં એવી કોઈ ખાસ વાત નથી જે તેને ખાસ બનાવે. તે એક સામાન્ય માણસોના સમૂહનો એક ભાગ છે.

પોતાની માઁની સાથે રહેનારો અમર એવો રહે છે કે તેની આસપાસના લોકો પણ તેના વિશે વધુ જાણતા નથી. રોજ સવારે ઉઠીને તે કરવામાં આવતા કામની યાદી બનાવે છે. એ બધા કાર્યો કરે છે અને સૂઈ જાય છે. આ એનુ રોજનુ કામ છે. તેને કોઈની સાથે કોઈપણ વાતની લેવા-દેવા નથી, અને તે પોતાનામાં જ મસ્ત છે.
IFM

એકવાર અમરને ખબર પડે છે કે તેની જીંદગીના ફક્ત ત્રણ જ મહિના બાકી છે. તે પોતાના છેવટના કાર્યોની એક યાદી બનાવે છે, જેમાં પોતાના શાળાના જૂના મિત્રોને મળવુ અને ઢગલો અધૂરા પડેલા કાર્યોને પૂરા કરતો રહે છે.

અમર પોતાના છેવટના દિવસોમાં એવા કાર્યો કરે છે, જેને લોકો ઈચ્છા હોવા છતાં નથી કરી શકતા. ફિલ્મને અરશદ રઈસે લખી છે અને તેમણે ટ્રેજેડીમાં કોમેડી ઉપજાવવાની કોશિશ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati