'તેરે બિન લાદેન' એક વ્યંગ્યાત્મક વાર્તા પર આધારિત ફિલ્મ છે. પાકિસ્તનના એક યુવા ન્યુઝ રિપોર્ટર અલી અમેરિકા જઈને પોતાના સપના પૂરા કરવા માંગે છે. ઘણીવાર એ પ્રયત્ન કરે છે છે, પરંતુ વીઝા રિજેક્ટ થઈ જાય છે. તે નિરાશ રિપોર્ટરના ચહેરા પર ત્યારે ચમક આવી જાય છે જ્યારે તેનો સામનો એક ઓબામા બિન લાદેન જેવા દેખાતા વ્યક્તિ સાથે થાય છે.
અલીના મગજમાં એક વિચાર આવે છે. તે ઓસામાનો એક ખોટો વીડિયો તૈયાર કરે છે. આ વીડિયો એ એક ન્યુઝ ચેનલને વેચી દે છે. અલીએ વિચાર્યુ પણ નહોતુ કે આનુ પરિણામ આટલુ ગંભીર રહેશે કે વ્હાઈટ હાઉસ પણ આમા જોડાય જશે અને પરિસ્થિતિ પર નિયંત્રણ કરવુ મુશ્કેલ થઈ જશે.
શુ કહે છે નિર્દેશક અભિષેક શર્મા
આજે મોટાભાગન અલોકો 'અમેરિકા ડ્રિમ' જુએ છે. તેમને એવુ લાગે છે કે ત્યાં પહોંચ્યા પછી તેમના બધા સપના પૂરા થઈ જશે. મારી ફિલ્મનુ મુખ્ય પાત્ર અલી હસન દુનિયાની વર્તમાન સ્થિતિનુ પ્રતિનિધિત્વ કરે છે. 9/11 સાથે સંકળાયેલી ઘણી ફિલ્મો બની છે પરંતુ 'તેરે બિન લાદેન' એક જુદી ફિલ્મ છે, કારણે આ ફિલ્મમાં કોમેડી છે . મારી ફિલ્મનુ પાત્ર અલી હસન પોતાનુ 'અમેરિકન ડ્રીમ' પુરૂ કરવા માટે લાદેનનો ખોટો વિડીયો પણ બનાવી નાખે છે. એક ગંભીર ઘટના પર કોમિક સ્ક્રિપ્ટ લખવી સહેલી નહોતી. તેના કરતા વધુ મુશ્કેલ હતુ તેને પડદાં પર રજૂ કરવુ. હુ આભારી છુ મારા નિર્માતાઓનો જેમને મારા પર વિશ્વાસ કર્યો.