Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટોપ પરફોર્મેંસેસ : ફર્સ્ટ હાફ 2010

ટોપ પરફોર્મેંસેસ : ફર્સ્ટ હાફ 2010
વર્ષ 2010નો ફર્સ્ટ હાફ સમાપ્ત થઈ ગયો છે, બોલીવુડને માટે આ કોઈ વિશેષ ન રહ્યુ. બીજા હાફમાં ઘણી શ્રેષ્ઠ ફિલ્મો રજૂ થશે અને આશા છે કે આ હાફ સારો સાબિત થશે. પહેલા હાફમાં કેટલાક સારા પરફોર્મેંસ જોવા મળ્યા. આવો આની ચર્ચા કરીએ.

શાહરૂખ ખાન : માય નેમ ઈઝ ખાન

IFM
મારુ નામ ખાન છે અને હુ ટેરરિસ્ટ નથી. કરણ જોહરની ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'નો આ સંવાદ ઝડપથી લોકપ્રિય થયો. બોક્સ ઓફિસ પર આ ફિલ્મએ સારી કમાણી કરી. રિઝવાન ખાનનો રોલ શાહરૂખ ખાને શાનદાર રીતે અભિનીત કર્યો. ઘણા લોકોનુ માનવુ છે કે આ તેમના શ્રેષ્ઠ અભિનયમાંથી એક છે. 'ચક દે ઈંડિયા' અને 'સ્વદેશ' માં કરવામાં આવેલ અભિનયને સાથે તેની તુલના કરવામાં આવી. વર્ષના અંતમાં શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં તેનુ નામ જરૂર આવશે.

ઈશ્કિયા : નસીરુદ્દીન-અરશદ વારસી

webdunia
IFM

વર્ષો પહેલા નસીર અને અરશદે 'મુજે મેરી બીવી સે બચાવો'નામની ફિલ્મ કરી હતી. જે પસંદગીન દર્શકોએ આ ફિલ્મ જોઈ હતી તેઓ કહી રહ્યા હતા 'મને આ પિક્ચરથી બચાવો'. વિશાલ ભારદ્વાજે આ જોડીને 'ઈશ્કિયા'માં એક વધુ તક આપી અને ખાલૂજાન તથા બબ્બનના રૂપમાં તેમણે કમાલ કરી નાખી. બંનેની કેમેસ્ટ્રી ખૂબ જામી. નસીરનુ તો કહેવુ જ શુ, પરંતુ અરશદે પણ આ સારા અભિનેતાને સારી ટક્કર આપી. સર્કિટ પછી અરશદનુ આ બેસ્ટ પરફોર્મેંસ માનવામાં આવ્યુ.

રણવીર કપૂર, અર્જુન રામપાલ, મનોજ વાજપેયી : રાજનીતિ

webdunia
IFM

મલ્ટી સ્ટારર ફિલ્મમાં પોતાની હાજરી નોંધાવવી ખૂબ જ મુશ્કેલ હોય છે અમે વાત જ્યારે 'રાજનીતિ'ની જેવી ફિલ્મની હોય તો તો આ કામ વધુ મુશ્કેલ થઈ જાય છે. કારણ કે એક થી કે અભિનેતા આ ફિલ્મમાં છે, જેમના સામે ટકવુ ખૂબ જ મુશ્કેલ છે. બધાએ આમા સારો અભિનય કર્યો છે, પરંતુ કહેવુ પડશે કે રણબીર કપૂર, અર્જુન રામપાલ અને મનોજ વાજપેયીએ આ ફિલ્મમાં પોતાની છાપ છોડી છે.

વિદેશથી પરત ફરેલા યુવા રણબીર રાજનીતિની ગંદી રમતમાં જોડાય જાય છે. ઠંડા મગજથી તેઓ ચાલાકીથી બધી ચાલ ચાલે છે. રણબીરે ફરી સાબિત કરી દીધુ છે કે તે નવા અભિનેતાઓમા સૌથી આગળ કેમ છે.

'રોક ઓન' અને 'ઓમ શાંતિ ઓમ' પછી 'રાજનીતિ'માં શાનદાર અભિનય દ્વારા અર્જુન રામપાલે સાબિત કરી દીધુ છે કે તે નેશનલ એવોર્ડ મળવો તેમની માટે તુક્કો નહોતો. પૃથ્વી પ્રતાપનુ કેરેક્ટર તેણે ખૂબ જ સારી રીતે ભજવ્યુ છે.

માય નેમ ઈઝ ખાન : કાજોલ

webdunia
IFM

હિન્દી સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંથી એક 'કાજોલ' માય નેમ ઈઝ ખાનમાં જોવા મળી. તેનો અભિનય એકવાર લોકોને ખૂબ ગમ્યો. ફિલ્મમાં એક સીન છે જેમા તે પોતાના પુત્રને ગુમાવી દે છે, જેમા તેનો અભિનય ખરેખર જોવા લાયક છે. 'સ્ટેપમોમ'ના હિંદી રિમેકમાં તે જલ્દી જોવા મળશે.

ઈશ્કિયા - વિદ્યા બાલન

webdunia
IFM

સેક્સી દેખાવવા માટે એક્સપોઝ કરવાની જરૂર નથી. 'ઈશ્કિયા'માં વિદ્યાની એક્ટિંગ આ વાત સાબિત કરે છે. ફિલ્મમાં એક નહી પરંતુ બે પુરૂષ તેના પ્રેમમાં પડે છે. વિદ્યાનુ કેરેક્ટર ગ્રે શેડ લીધેલ હતુ અને તેમણે પોતાના પાત્રના દરેક રંગને તેણે ખૂબ જ સારી રીતે ભજવ્યો છે. ગય વર્ષે 'પા' ને માટે ઘણા પુરસ્કાર જીતનારી વિદ્યાની 'ઈશ્કિયા'મા કરવમાં આવેલ અભિનય આ વર્ષની બીજી નાયિકાઓને માટે પડકાર રહેશે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati