સિડ(આર માધવન)ના સેંસ ઓફ હ્યુમરના બધા કાયલ છે. તેનુ મગજ ચાચા ચૌધરીથી કરતા પણ વધુ ઝડપથી દોડે છે. તેને બ્રેકઅપ વિશેષજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે. તે એ લોકોની મદદ કરે છે, જેમને પ્રેમમાં પડ્યા પછી કે લગ્ન કર્યા પછી જાણ થાય છે કે તેઓ ખોટી વ્યક્તિના ચક્કરમાં ફંસાયા છે. ગેરંટીની સાથે સિડ એવા લોકોને આ સંબંધોથી આઝાદી અપાવે છે. બૃદ્ધિની દ્રષ્ટિએ સોનાલી(બિપાશા બાસુ) પણ કમ નથી. પરી કથાઓ પર વિશ્વાસ કરનારી સોનાક્ષીને એવી સ્ટોરી ગમે છે, જેમા હેપી એંડિંગ થાય છે.
IFM
સિડ અને સોનાક્ષીની મુલાકાત થાય છે અને તેઓ સાથે 'બિઝનેસ' કરવાનો નિર્ણય કરે છે. તેઓ 'એક ઔર એક ગ્યારહ' તરીકે ઓળખાય છે. અને તેમનો વ્યવસાય ધમધોકાર ચાલે છે. મુશ્કેલથી મુશ્કેલ કેસથી માંડીને રમૂજી કેસને પણ તે ચપટીભરમાં ઉકેલી નાખે છે. પરંતુ એકવાર એક એવો કેસ તેમની સામે આવે છે, જેમા ઘણા ઉતાર-ચઢાવ અને અણધાર્યા પરિણામ છે. આ કેસમાં તે પોતે ગૂંચવાય જાય છે. આ વખતે જોડી બેકર્સને જોડી મેકર્સ બનવુ પડે છે.