જયની જડ રાજસ્થાનમાં છે. તેણે બાળપણમાંજ પિતા ગુમાવ્યા છે. તેની મમ્મી સાવિત્રીએ તેને ઉછેર્યો. જયના પિતાના મૃત્યુ પછી સાવિત્રી રાજસ્થાન છોડી મુંબઈ આવી ગઈ. તે એક સામાજિક કાર્યકર્તા છે અને મનુષ્યના અધિકારો માટે લડે છે. સાવિત્રીનુ માનવુ છે કે ભારતીય માતાઓ તેમના પુત્રોને બગાડવા માટે જવાબદાર હોય છે. જયને તેમને એટલો જ પ્રેમ કર્યો જેટલો જરૂરી હતો. બ્રેકફાસ્ટ બનાવવાથી લઈને કપડાં ધોવા સુધીનુ કામ જય પોતાના હાથથી જ કરે છે. જયની જીંદગીનો સૌથી મહત્વપૂર્ણ અધ્યાય છે અદિતિ. પહેલી મુલાકાત પછી જ બંને સારા મિત્રો બની ગયા. બંનેને અલગ-અલગ ફરતા કોઈએ નથી જોયા. જ્યારે તેઓ સાથે નથી હોતા, તો ફોન પર એક બીજા સાથે વાતો કરી રહ્યા હોય છે. અદિતિ મહંત (જેનેલિયા)
વાતો વાતોમાં અદિતિએ એક દિવસ જયને કહ્યુ હતુ કે તે જ્યારે નાની હતી ત્યારે તેના મિત્ર તેને 'કાલી બિલ્લી'કહીને હેરાન કરતો હતો. જયે તેમા થોડો સુધાર કરી દીધો અને તેને મ્યાઉંનુ નામ આપી દીધુ. જયને છોડી બીજુ કોઈ પણ આ નામથી બોલાવે તો અદિતિ તેનો જીવ પણ લઈ શકે છે.
અદિતિ જીંદગીની પૂરી મજા લે છે. તે સરળતાથી હસે છે, રડે છે અને ગુસ્સો તો નાક પર જ ચઢેલો રહે છે. તેને 'ટોમબોય'સમજવાની ભૂલ ન કરતા. તે ખૂબ જ આકર્ષક છે. અફેયરની તો વાત જ છોડો. દુનિયાવાળા આશ્ચર્ય કરે છે કે અદિતિની સાથે આટલા દિવસ રહેવા છતા જય જીવતો છે ?
એક વાત નક્કી છે કે કોઈએ પણ જયને હેરાન કર્યો તો અદિતિના રૂપમાં તેનો એક ખતરનાક દુશ્મન ઉભો થઈ જાય છે.