Article Movie Preview %e0%aa%9c%e0%aa%ac %e0%aa%b5%e0%ab%80 %e0%aa%ae%e0%ab%87%e0%aa%9f 107090500022_1.htm

Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જબ વી મેટ

જબ વી મેટ
IFMIFM
નિર્માતા : ઘોલિન મહેતા
નિર્દેશક : ઈમ્તિયાજ અલી
સંગીત : પ્રીતમ ચક્રવતી
કલાકાર : શાહિદ કપૂર, કરીના કપૂર, દારા સિંહ, કિરણ જૂનેજા

શાહિદ કપૂર અને કરીના કપૂરની પર્સનલ જીંદગીના વિશે ઘણું સાંભળવા મળે છે બંને 'જબ વી મેટ'માં જોવા મળવાના છે. કરીનાના કહેવા મુજબ શાહિદ અને તેને ઘણા સમયથી એક રોમાટિંક ફિલ્મ કરવાની ઈચ્છા હતી., જે આ ફિલ્મ દ્રારા પૂરી થવા જઈ રહી છે.

આ ફિલ્મની ખાસ વાત એ છે કે આનું નામ લોકોએ પસંદ કર્યુ છે. નિર્દેશક ઈમ્તિયાઝ અલીને કોઈ નામ સૂઝતું નહોતુ. આથે તેમને જનતાની સામે ત્રણ નામના વિકલ્પ મૂક્યા અને એક નામ પસંદ કરવાનું કહ્યું તો જનતાએ 'જબ વી મેટ' સર્વાધિક પસંદ કર્યુ.

ઉદ્યોગપતિ આદિત્ય(શાહિદ કપૂર) પોતાની જાતને પરાજીત મહેસૂસ કરે છે. તે જે છોકરીને પ્રેમ કરે છે તેનું લગ્ન બીજા કોઈ જોડે થઈ જાય છે. આ સદમાના કારણે તે અહીં તહીં ફરતા ફરતાં એક ટ્રેનમાં જઈ બેસે છે.

ગીતા(કરીના કપૂર) પોતાન પ્રેમીને મળવા જઈ રહી છે તેની મુલાકાત આદિત્ય જોડે થાય છે. શરૂઆતમાં બંને એક બીજાથી ચિડાય છે, પણ પછી તો મૈત્રી થઈ જાય છે. બંને અંબાલા પહોંચે છે, જ્યાં ગીતાનું ઘર હોય છે. ગીતા તેને પોતાની ઘરે લઈ જાય છે, અને જ્યાં તેના ઘરવાળા આદિત્યને જ ભૂલથી તેનો પ્રેમી માની બેસે છે.

ગીતા પોતાના પ્રેમીને મળવા મનાલી જાય છે. જ્યાં તેનો પ્રેમી તેની સાથે સારો વ્યવ્હાર નથી કરતો. અને તેને સ્વીકારવાની ના પાડી દે છે. ગીતાના પરીવારવાળા તેની શોધ કરે છે.

ગીતા પોતાના ઘરમાં બધાને હકીકત બતાવવા માંગે છે, પણ તેના દિલમાં એક વિચાર આવે છે કે ઘરમાં બધા ં આદિત્યને જ મારો પ્રેમી માને છે તો હું પણ એવું જ માનુ તો ? તેને લાગે છે કે તે અને આદિત્ય એકબીજા માટે જ બન્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati