નિર્માતા : અફજલ ખાનનિર્દેશક : રોમી જાફરી સંગીત : સાજિદ-વાજિદ કલાકાર : સલમાન ખાન, પ્રિયંકા ચોપડા, અમિતાભ બચ્ચન. સોહેલ ખાન, અનુપમ ખેર. એક વધુ ખરાબ દિવસ વીત્યા પછી અર્જુન પ્રજાપતિ (સલમાન ખાન) ભગવાનથી ખૂબ જ નારાજ થઈ ગયો. તેના મુજબ આમાં બધો જ વાંક ભગવાનનો જ છે, જેમણે તેની જીંદગી દુ:ખોથી ભરી મૂકી છે. તેના આશ્વર્યનો ઠેકાણુ નથી રહેતુ જ્યારે ભગવાન (અમિતાભ બચ્ચન) માણસના રૂપમાં તેની સામે આવે છે. તેઓ પોતાની બધી વિશિષ્ટ શક્તિઓ અર્જુનને એ શરતે આપે છે કે તે હવે તેમનુ કામ કરે. અર્જુનને એ વાતનો પાકો વિશ્વાસ છે કે તે ભગવાનથી સારુ કામ કરી શકે છે.
નવી શક્તિઓને મેળવીને અર્જુન ખુશીથી ઉછળી પડે છે. તેને પ્રેમિકા આલિયા(પ્રિયંકા ચોપડા) તેની શક્તિઓ જોઈને નવાઈ પામે છે. અર્જુનને લાગે છે કે તે આખી દુનિયાને સુખી કરી દેશે. બધાની ઈચ્છાઓ પૂરી કરશે. તેને લીધેલા નિર્ણયોને કારણે હાહાકાર મચી જાય છે. બધા નિર્ણયો દુ:ખદાયી સાબિત થાય છે. છેવટે અર્જુનને એ વાતનો વિશ્વાસ થઈ જાય છે કે ભગવાનનુ કામ તેણે જેવુ વિચાર્યુ હતુ તેનાથી વિરુધ્ધ એટલેકે મુશ્કેલ છે, અને તે એક માણસના રૂપમાં જ યોગ્ય છે.