Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગેરકાયદેસર હિજરત પર આધારિત 'કાફલા'

ગેરકાયદેસર હિજરત  પર આધારિત 'કાફલા'
IFM
નિર્માતા : ટોની સંધૂ
નિર્દેશક : અમિતોઝ માન
ગીતકાર : બાબૂ માન
સંગીતકાર : સુખવિંદર સિંહ
કલાકાર : સન્ની દેઓલ,સના નવાઝ, મોનાલિસા, પોલીના

સન્ની દેઓલ અભિનિત 'કાફિલા' એક જમાનાથી બનીને તૈયાર છે અને 10 ઓગસ્ટના દિવસે આ ફિલ્મ 'ચક દે ઈંડિયા'ની સામે પ્રદર્શિત થઈ રહી છે. અમિતોઝ માને આ ફિલ્મનું નિર્દેશન કર્યુ છે. અમિતોઝ આ પહેલા 'હવાએ' બનાવી ચૂક્યા છે.

'કાફિલા'ની સ્ટોરી સામાન્ય ફિલ્મોથી જુદી ગેરકાયદેસર હિજરત પર આધારિત છે. આ ફિલ્મમાં બતાવાયું છે કે કેવી રીતે લોકો દલાલોના ચક્કરમાં આવીને પોતાની માતૃભૂમિને છોડીને ગેરકાયદેસર રીતે વિકસિત દેશોમાં જાય છે.

તેમની આંખોમાં સોનેરી ભવિષ્યના સપના હોય છે. પોતાના સપના પૂરા કરવા તેઓ પોતાનો પરીવાર, શહેર, દેશ બધુ છોડી દે છે. બીજા દેશોમાં પહોચાંડીને તેમને બિનવારસી જેવી હાલતમાં છોડી દેવામાં આવે છે. તેઓ અધરમાં ફસાઈ જાય છે.

'કાફિલા'માં લોકોને ચેતાવવા માટે ગેરકાયદેસર અપ્રવાસના અંધેર રાજ પર પ્રકાશ નાખવામાં આવ્યો છે. આ વિષય આંતરરાષ્ટ્રીય સ્તરનો છે, કારણકે આ સમસ્યા જોડે દરેક દેશ લડી રહ્યો છે.

'કાફિલા'માં તે લોકોને બેનકાબ કરવામાં આવ્યા છે જે માસૂમ અને ગરીબ લોકોને ખોટા સપના બતાવે છે. એમની વાતોમાં આવીને કેટલાય લોકો પોતાની જમીન-મિલક્ત બધું વેચી દે છે, જેથી કરીને તે વિદેશમાં જઈને આરામદાયક જીવન જીવી શકે.

આ દલાલોની માયાજાળ આખી દુનિયામાં ફેલાયેલી છે. તેમની વાતોમાં આવીને કેટલાય ભારતીયો અને એશિયન વ્યક્તિઓએ પોતાની જીંદગ
webdunia
IFM
દાવ પર લગાવી છે. ફિલ્મની પટકથા ત્રણ વર્ષની શોધ પછી અમિતોજ માને લખી છે. આ ગંભીર સમસ્યાને ફિલ્મમાં મનોરંજન સાથે લોકોની સામે લાવવામાં આવી છે.

આ ફિલ્મનું શૂંટિંગ ભારતમાં પંજાબ, મનાલી, મુંબઈ, લદ્દાખમાં કરવામાં આવી છે, જ્યારે કે પરદેશમાં બલ્મારિયા,તુર્કી,ગ્રીસ અને અફગાનિસ્તાનમાં આનું શૂટિંગ કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં ત્રણ વિદેશી નાયિકાઓ છે. સના, નવાઝ અને મોનાલિસા પાકિસ્તાનની છે. જ્યારેકે પોલીના બલ્મારિયાની છે.

સન 1996માં માલ્ટા બોટમાં દુર્ધટના થઈ હતી. આ દુર્ધટનામાં 400થી વધારે લોકો માર્યા ગયા હતા. આ દુર્ઘટનાના દ્રશ્યો પણ ફિલ્મમાં મૂકવામાં આવ્યા છે.

સની દેઓલ આમા સમીર નામના વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યા છે, જે ગેરકાયદેસર અપ્રવાસીયોની મદદ કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati