નિર્માતા : લેમન એન યલો પ્રોડક્શન નિર્દેશક : પ્રભાકર શુક્લા સંગીત : વિવેક પ્રકાશકલાકાર : દિવ્યા દત્તા, આરિફ જકારિયા, સીમા વિશ્વાસ, અખિલેન્દ્ર મિશ્રા. '
કહાની ગુડિયા કી' ની વાર્તા ગુડિયા (દિવ્યા દત્તા)ની આસપાસ ફરે છે. ગુડિયાનુ લગ્ન આરિફની સાથે થાય છે જે એક સૈનિક છે. લગ્નના દસ દિવસો પછી આરિફને માતૃભૂમિની રક્ષાને માટે યુધ્ધમાં ભાગ લેવાને માટે કારગિલ જવુ પડે છે. ગુડિયા આ જાણી નિરાશ નથી પણ તેને પોતાના પતિ પર અભિમાન છે. દિવસો વીતતા જાય છે, પણ આરિફના વિશે કોઈ સમાચાર નથી મળતા. આરિફના મિત્રોને પણ ખબર નથી કે આરિફ ક્યા છે ? છેવટે આરિફને લાપતા માની લેવામાં આવે છે. ગુડિય આરિફની રાહ જુએ છે. ચાર વર્ષ વીતી જાય છે, પણ આરિફના વિશે કશુ જ જાણવા મળતુ નથી. છેવટે ગુડિયાની પણ આશાઓ પડી ભાંગે છે. પરિસ્થિતિને સ્વીકારીને ગુડિયા આરિફના પિતરાઈ ભાઈ તોફીક સાથે લગ્ન કરી લે છે. તૌફીક અને ગુડિયાના લગ્નને બે વર્ષ વીતી જાય છે અને ગુડિયા બાળકને જન્મ આપવાની હોય છે, પણ ભાગ્યને કાંઈ બીજુ જ મંજૂર છે. અચાનક આરિફની ખબર મળી જાય છે. તેણે પાકિસ્તાની ફોજે પકડી લીધો હતો તેનુ આગમન એક હીરોના રૂપમાં થાય છે.
ગુડિયા પરિસ્થિતિઓમાં ફસાય જાય છે. આરિફને બધી હકીકત ખબર પડે છે, પણ તે પોતાની પત્નીને પાછી માંગે છે. ગુડિયાએ જો કે તોફીક સાથે લગ્ન પણ કર્યા છે અને એક તે બાળકને જન્મ આપવાની છે. પણ શરીયતના નિયમ મુજબ ગુડિયાએ આરિફની પાસે પાછુ જવુ પડશે.
અસહાય ગુડિયાને નિયમ માનવા પડે છે અને તે આરિફની પાસે પાછી પહોંચી જાય છે. કેટલાક દિવસો પછી દિલ્લીના હોસ્પિટલમાં ગુડિયાનું મૃત્યુ થઈ ગયુ. આ વાર્તા નથી પણ હકીકત છે. અમારા દેશમા ઘણી
ગુડિયાઓ છે. આ વાર્તા એક એવી સ્ત્રીની છે જે અસહાય છે.