Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓહ, માય ગોડ

ઓહ, માય ગોડ
IFM
નિર્માતા : જી લાઈમલાઈટ
નિર્દેશક : સૌરભ શ્રીવાસ્તવ
કલાકાર : વિનય પાઠક, દિવ્યા દત્તા, સૌરભ શુક્લા, હર્ષ છાયા, ગૌરવ ગેરા.

મોટાભાગના લોકો જ્યારે પણ મુશ્કેલીઓથી ધેરાય છે કે પોતાની જાતને અસહાય અનુભવે છે, તો ભગવાનને જરૂર યાદ કરે છે. શુ થાય જો ભગવાન આપણી મદદ કરે અને અમે તેમને ઓળખી પણ નહી શકીએ તો ?

webdunia
IFM
રાજેન્દ્ર (વિનય પાઠક) એક સાધારણ માણસ છે. તે સેલ્સમેન છે અને તેના મોટા-મોટા સપના છે. જેને માટે તે સખત મહેનત કરવા પણ તૈયાર છે અને ધીરુભાઈ અંબાણીને તે પોતાનો આદર્શ માને છે.

સુમન (દિવ્યા દત્તા) તેની પત્ની છે અને પોતાની જીંદગીથી ખૂબ જ ખુશ છે. રાજેન્દ્રની જેમ તેની કોઈ મહત્વાકાંક્ષા નથી. પરંતુ રાજેન્દ્રની તે દરેક રીતે મદદ અને સમર્થન કરે છે. રાજેન્દ્ર તેનો હીરો છે.

તેમના લગ્નને પાંચ વર્ષ પૂરા થઈ ગયા, પરંતુ રાજેન્દ્ર હજુ પણ પરિવાર આગળ વધારવા તૈયાર નથી. સુમનને ઈશ્વર પર વિશ્વાસ છે કે રાજેન્દ્ર એક ને એક દિવસ સફળ જરૂર થશે. તે તેને માટે ભગવાનને પ્રાર્થના પણ કરે છે. રાજેન્દ્ર દરેક કામ પૂરી યોજનાની સાથે કરે છે. તેણે પોતાનો પૈસો ઘણી સ્કીમમાં લગાવી મૂક્યો છે.

webdunia
IFM
ફિલ્મમાં ઈશ્વર પણ છે અને તેનુ પાત્ર ભજવી રહ્યા છે સૌરભ શુક્લા. સામાન્ય રીતે આપણે જેવા ભગવાન જોઈએ છે તેમા થોડા જુદા જ પ્રકારના ભગવાન છે. તેઓ ચોકલેટ, ચિપ્સ અને પિઝા ખાય છે. સૂટ પહેરે છે અને ક્યારેક ક્યારેક નિરાશ પણ થાય છે. સામાન્ય માણસની જેમ તેઓ પણ બોર થાય છે અને જે દુનિયા તેમણે પોતે જ બનાવી છે તેનાથી પરેશાન થઈ જાય છે. ભગવાન રાજેન્દ્રની મદદ કરવાનો નિર્ણય લે છે. જેથી તે સફળ થાય. પરંતુ રાજેન્દ્ર આ તકોને ઓળખી નથી શકતો.

એક સામાન્ય માણસની વાર્તાને નિર્દેશક સૌરભ શ્રીવાસ્તવે હાસ્યથી ભરેલા અંદાજે રજૂ કરી છે.

આ ફિલ્મનુ શૂટિંગ તેમણે માત્ર 19 દિવસોમાં જ પૂરૂ કર્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati