નિર્માતા-નિર્દેશક સંજય ગુપ્તા એક્શન અને સ્ટાઈલિશ ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. તેમની નવી ફિલ્મ 'એસિડ ફેક્ટરી'નું જો કે તેમણે નિર્દેશન નથી કર્યુ, પરંતુ તેમની છાપ ફિલ્મ પર જોવા મળી રહી છે. આ ફિલ્મની વાર્તા સ્મરણશક્તિ પર આધારિત છે.
IFM
સ્મરણશક્તિ જ આપણી ભાવનાઓનો સ્ત્રોત છે. ગુન્હાનો પણ આ સ્ત્રોત છે. વિચાર કરી જુઓ કે એક ખૂની એ સવારે કેવો અનુભવ કરશે જે દિવસે તેની સ્મરણશક્તિ જતી રહેશે. શુ એ અપરાધ કરતો રહેશે ? કે પછી એક માસુમ વ્યક્તિની સ્મરણશક્તિ જતી રહે અને તેને બતાવવામાં આવે કે એ એક ખૂની છે, તો શુ એ એવો જ વ્યવ્હાર કરશે ? સ્મરણશક્તિ જતી રહેવાથી વ્યક્તિત્વ બદલી શકે છે.
'એસિડ ફેક્ટરી' એ લોકોની વાર્તા છે, જેમની સ્મરણશક્તિ તેમની પાસેથી છિનવી લેવાઈ છે. તેમને એવુ લાગી રહ્યુ છે કે જાણે તેઓ લાંબી ઉંધ પછી જાગ્યા હોય. તેઓ પોતાની વાસ્તવિક્તાને શોધી રહ્યા છે, જે ફક્ત તેમના મગજની ઉપજ છે.