ગોવિંદા (નાના પાટેકર) એક ટ્રક ડ્રાઈવર છે. તે પોતાના બળે કરોડપતિ બને છે. કરોડપતિ હોવા છતાં તેનામાં બિલકુલ પણ ઘમંડ નથી. તેને સાધારણ જીંવન જીવવું ગમે છે. ગોવિંદા પોતાની જડ સાથે જોડાઈને રહેવા માંગે છે તેથી તે એક ટ્રક ડ્રાઈવરની જેમ જ રહે છે. અને એ રીતે જ વાતો કરે છે. મોંધી કારને બદલે ટ્રકમાં ફરે છે. ગોવિંદા પરણેલો છે અને પોતાની પત્ની રિયા (રિમી સેન)નો દીવાનો છે. અજય (મુજામ્મિલ ઈબ્રાહીમ)નામના યુવકની જીંદગી એકવાર ગોવિંદા બચાવે છે, જે આત્મહત્યા કરવા જઈ રહ્યુ હતો. ગોવિંદા તેને કારણ પૂછે છે. અજય તેને કહે છે કે તેનુ દિલ તૂટી ગયુ છે. તે રિયાને પ્રેમ કરે છે અને જ્યારે તેને ખબર પડી કે તે પરણેલી છે તો તેને દુનિયામાં રહેવાનો કોઈ મતલબ ન લાગ્યો. વાત એમ છે કે અજય રિયાને નહી પરંતુ સિયાને પ્રેમ કરે છે જે રિયાની ટ્વિંસ છે.
અજયને ગોવિંદા કહે છે કે તે એ જ કરે જે તેનુ દિલ કહે. તે અજયને કહે છે કે તે રિયાના પતિની હત્યા કરી દે. આ માટે તે એક પ્લાન બનાવીને પણ આપે છે.
ફિલ્મમાં ઘણા લોકો ગોવિંદાને જુદા જુદા કારણોસર મારવાની પેરવીમાં છે. કેવી રીતે આ બધી ગૂંચવણો ઉકલે છે તે 'હોર્ન ઓકે પ્લીઝ'માં વ્યંગ્યાત્મક રૂપે બતાવવામાં આવ્યુ છે.