નિર્માતા : દિનેશ વિજાન - કુણાલ શિવદાસાનીનિર્દેશક : કુણાલ શિવદાસાનીકલાકાર : શાઈની આહૂજા, ઈશા દેઓલ, કે.કે. રૈના, મોના અમ્બેગાઁવકર, કાવેરી ઝા.વિક્રમ મદાન(શાઈની આહૂજા) ચંડીગઢ હવાઈ મથકના ઓફિસર છે. વિક્રમને લોકોને મળવુ બિલકુલ ગમતુ નથી. તેનો એકમાત્ર મિત્ર રાજીવ પણ એ જ હવાઈ મથક પર સુરક્ષા અધિકારી છે. એક દિવસ વિક્રમને ખબર પડે છે કે જે વિમાનમાં તેની પુત્રી દિલ્લીથી અમૃતસર જઈ રહી છે તેને હાઈજેક કરવામાં આવ્યુ છે. આ વિમાનમાં છ આતંકવાદીઓ છે જે મકસૂદ(કે.કે રેના)ને જેલમાંથી છોડવાની માંગણી કરી રહ્યા છે. મક્સૂદના ઈરાદા ખતરનાક છે અને પોલીસે તેને નજરકેદ કર્યો છે. આતંકવાદી વિમાનને ચંડીગઢ હવાઈ મથકે ઉતારવા માટે મજબૂર કરે છે.
પરિસ્થિતિઓ કેટલીક એવી બને છે કે વિક્રમને તે વિમાનની અંદર જવાની તક મળી જાય છે. વિમાનમાં પહોચ્યા પછી તેની મુલાકાત એરહોસ્ટેસ સાયરા (ઈશા દેઓલ) સાથે થાય છે.
સાયરા વિક્રમની મદદ કરે છે. યોજનાબધ્ધ રીતે વિક્રમ એક એક કરીને બધા આતંકવાદીઓને મારી નાખે છે. સાયરા અને વિક્રમ નિર્દોષ મુસાફરોને બચાવવામાં સફળ થાય છે.