Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હઁસતે-હઁસતે

હઁસતે-હઁસતે
IFM
નિર્માતા : આશુતોષ વાજપેઈ, શિવરામ કુમાર
નિર્દેશક : ટોની, રમનજીત ટૂટેજા
સંગીત : અનુ મલિક
ગીતકાર : સમી
કલાકાર : જીમી શેરગિલ, નિશા રાવલ, રાજપાલ યાદવ, મોનિષ્કા, શક્તિ કપૂર, જાવેદ શેખ(પાકિસ્તાન), મનોજ જોશી,ઉપાસના સિંહ.

નીલ(જિમી શેરગિલ) કોલંબિયા વિશ્વવિદ્યાલયનો તેજસ્વી વિદ્યાર્થી છે. દેખાવડી માયા (નિશા રાવલ) ને તે ખૂબ જ ચાહે છે. માયા ન્યૂયોર્કમાં પોતાની જીંદગીની નવી શરૂઆત કરવા માંગે છે.

webdunia
IFM
સની મલ્હોત્રા (રાજપાલ યાદવ) નીલનો રૂમ પાર્ટનર છે અને ખાસ મિત્ર પણ. છોકરીઓની સાથે ફલર્ટ કરવુ એ તેની ટેવ છે. તે ટીના (સારા થોમસ)ને ખૂબ ચાહે છે અને તેની સાથે ઘણી હાસ્યાસ્પદ ઘટનાઓ બને છે.

નીલને પોતાનુ કેરિયર બનાવવાની એક મોટી તક મળે છે. ભારતમાં તેને કોલ સેંટર સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મળે છે. જેને તે સ્વીકારી લે છે. માયા તેના આ નિર્ણયના વિરુધ્ધ છે, પરંતુ સની નીલ સાથે ભારત પહોંચી જાય છે.

ભારતમા નીલની મુલાકત તનવી(મોનિષ્કા) સાથે થાય છે, જે નીલ ને તેની ટીમને મદદ કરે છે. આકર્ષક અને આક્રમક સ્વભાવની તનવી, નીલ પ્રત્યે આકર્ષિત થઈ જાય છે. તે નીલનુ દિલ જીતવાની ઘણી કોશિશ કરે છે. નીલના દિલમાં માયા વસી છે તેથી, તે તનવીને ઠુકરાવી દે છે.

webdunia
IFM
તનવીના મગજમાં બદલો લેવાની ભાવના ઉત્પન્ન થઈ જાય છે. તે એવી જાળ બિછાવે છે કેનીલની વ્યવસાયિક અને પર્સનલ લાઈફમાં મુસીબતોની લાઈન લાગી જાય છે. શુ તનવીની યોજના સફળ થશે ? શુ નીલ અને માયા મળી શકશે ? કેવી રીતે નીકળશે નીલ આ મુસીબતોમાંથી.

આ સવાલોના જવાબ મળશે યૂથફૂલ, મ્યૂઝિકલ, રોમાંટિક અને કોમેડી ફિલ્મ 'હઁસતે-હંસતે' માં.

Share this Story:

Follow Webdunia gujarati