Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સિંહ ઈઝ કિંગ

સિંહ ઈઝ કિંગ
IFM
નિર્માતા : વિપુલ-અમૃતલાલ શા
કથા-નિર્દેશક : અનીસ બજ્મી
ગીત : મયૂર પૂરી
સંગીત : પ્રીતમ
કલાકાર : અક્ષય કુમાર, કેટરીના કેફ, ઓમપુરી, કિરણ ખેર, સોનૂ સૂદ, નેહા ધૂપિયા, રણબીર શૌરી, યશપાલ શર્મા, જાવેદ જાફરી.

રજૂ થવાની સંભવિત તારીખ : 8 ઓગસ્ટ 2008

'સિંહ ઈઝ કિંગ' એક એવી ફિલ્મ છે, જેની દર્શકો ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનુ ઉત્તમ નામ અને અક્ષય-કરીનાની લકી જોડી આ ફિલ્મનુ મુખ્ય આકર્ષણ છે. ફિલ્મને ભવ્ય પાયા પર બનાવવામાં આવી છે.

લખનસિંહ ઉર્ફ લકી(સોનૂ સૂદ) ઓસ્ટ્રેલિયન અંડરવર્લ્ડનો કિંગ છે. તેની ગેંગ(જાવેદ જાફરી, નેહા ધૂપિયા, મનોજ પાહવા, યશપાલ શર્મા, કમલ ચોપડા અને સુધાંશુ પાંડે) ખતરનાક છે.
webdunia
IFM

લકી જે પંજાબના એક નાનકડા ગામમાં જનમ્યો હતો, તે જ ગામમાં હેપ્પી સિંહ(અક્ષય કુમાર) રહે છે. હેપ્પી, લકીથી પણ વધુ બદનામ છે. પોતાની હાસ્યાસ્પદ હરકતોથી તેણે આખા ગામની નાકમાં દમ લાવી દીધો છે.

હેપ્પીથી બચવા માટે ગ્રામવાસીઓ તેને દૂર મોકલવાનો નિર્ણય કરે છે. તેઓ ઈચ્છે છે કે હેપ્પી ઓસ્ટ્રેલિયા જઈને લકીને પંજાબ પાછો લઈ આવે કારણ કે તેણે પોતાની ધૃણાસ્પદ હરકતોથી ઓસ્ટ્રેલિયામાં ગ્રામવાસીઓની છબિ બગાડી મૂકી છે.

હેપ્પી આ મિશનને થોડુ વધારે ગંભીરતાથી લઈ લે છે અને પોતાના મિત્ર ટોની સિંહ (ઓમપુરી)ની સાથે જવા માટે તતૈયાર થઈ જાય છે. હેપ્પીને ટોની નફરત કરે છે કારણકે તેણે હેપ્પીને કારણ વગર જ આમાં ધકેલ્યો.

પોતાની યાત્રા દરમિયાન હેપ્પીની મુલાકાત સોનિયા(કેટરીના કેફ) સાથે થાય છે. સોનિયાને તે ચાહે છે. જ્યારે હેપ્પી પોતાનુ લક્ષ્ય મેળવી લે છે ત્યારે ઘણા એવા હાસ્યાસ્પદ પ્રસંગો બને છે કે તેના બધા પૈસા પૂરા થઈ જાય છે. નસીબજોગે તેને એક એવી સ્ત્રી (કિરણ ખેર)મળે છે, જે તેની મદદ કરે છે.
webdunia
IFM

થોડીક એવી ઘટનાઓ બને છે કે લકી પહોંચી જાય છે હોસ્પિટલમાં અને હેપ્પી પાસેથી એવી આશા રાખવામાં આવે છે કે તે નવો 'કિંગ' બની જાય. પછી શરૂ થઈ જાય છે ગડબડ, ગેરસમજ અને હાસ્યાસ્પદ ઘટનાઓનો સિલસિલો, જેનુ પરિણામ આવે છે આઝાદી અને લગ્ન.

પંજાબ, ઓસ્ટ્રેલિયા અને ઈજિપ્તમાં 'સિંહ ઈઝ કિંગ'નુ શૂંટિંગ કરવામાં આવ્યુ છે. રોમાંસ, ગ્લેમર, હાસ્ય અને હિટ સંગીત આ ફિલ્મની વિશેષતા છે.

Share this Story:

Follow Webdunia gujarati