Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સિંઘમ. બાજીરાવ અને જયકાંતની લડાઈ

સિંઘમ. બાજીરાવ અને જયકાંતની લડાઈ
બેનર : રિલાયંસ એંટરટેનમેંટ
નિર્દેશક : રોહિત શેટ્ટી
સંગીત : અજય-અતુલ
કલાકાર : અજય દેવગન, કાજલ અગ્રવાલ, પ્રકાશ રાજ, સોનાલી કુલકર્ણી, સચિન ખેડેકર
રજૂઆત તારીખ - 22 જુલાઈ 2011
P.R

અજય દેવગનના પ્રશંસકોએ તેમને ઘણા દિવસોથી એક્શન ફિલ્મમા જોયા નથી, કદાચ એ જ કારણે અજયે 'સિંઘમ' નામની એક્શન ફિલ્મ બનાવી છે. આ નામથી બનેલ સુપરહિટ તમિલ ફિલ્મની રિમેક છે.

મહારાષ્ટ્ર અને ગોવાની સીમાઓ જ્યા મળે છે. બીજી બાજુ શિવગઢ નામના એક નાનકડું ગામ છે. જે આ ફિલ્મની પુષ્ઠભૂમિમાં બતાડવામાં આવી છે. બાજીરાવ સિંઘમ એક ઈમાનદાર પોલીસ ઈસપેક્ટર છે, જેના પ્રત્યે લોકોના મનમાં ખૂબ જ સન્માન છે. પક્ષપાત અને અન્યાય વિરુદ્ધ લડવાનો તેમનો પોતાનો સિદ્ધાંત છે.

webdunia
P.R

સિંઘમની ટ્રાંસફર એ સ્થાન પર થાય છે, જ્યા જયકાંત શિક્રે(પ્રકાશ રાજ)નુ રાજ ચાલે છે. રાજનીતિજ્ઞ હોવાની સાથે સાથે તે એક મોટો અપરાધી છે. પોતાના અધિકારોનો તે દુરુપયોગ કરે છે. તેનો સામનો સિંઘમ સાથે થાય છે. જ્યારે સિંઘમ તેની આગળ નમતો નથી તો તે સિંઘમની જીંદગીને દુ:સ્વપ્ન બનાવી દે છે.

આવા સમયે સિંઘમની ગર્લફ્રેંડ કાવ્યા (કાજલ અગ્રવાલ)અને તેનો પરિવાર સિંઘમનો સાથ આપે છે સિઘમને સમજમાં આવી જાય છે કે કાયદા વિરુદ્ધ ન જઈને પરંતુ તેનો એક ભાગ બનીને સિસ્ટમ બદલવી પડશે. ત્યારે જ જયકાંત જેવા ગુંડાનો જડથી નાશ કરી શકશે.

webdunia
P.R

નિર્દેશક વિશે :

સ્ટંટ્સ રોહિત શેટ્ટીને એટલા પસંદ છે કે પોતાની કોમેડી ફિલ્મોમાં પણ તે સ્ટંટ અને એક્શન સીન નાખી શકે છે. ઘણી હાસ્ય ફિલ્મ બનાવ્યા પછી રોહિતે પોતાનો ટ્રેક બદલ્યો છે. અને સિંઘમ નામની એક્શન પૈક્ડ ફિલ્મ બનાવી છે. જેમા તેમના પ્રિય કલાકાર અજય દેવગન છે કોમેડીમાં પોતાની છાપ છોડી ચુકેલા આ કોમ્બિનેશન એક્શનમાં શુ કમાલ બતાવશે એ જોવુ રસપ્રદ રહેશે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati