Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાસુ, બહુ ઔર સેંસેક્સ

સાસુ, બહુ ઔર સેંસેક્સ
P.R
નિર્માતા : જયશ્રી માખીજા
નિર્દેશક : શોના ઉર્વશી
કલાકાર : તનુશ્રી દત્તા, અંકુર ખન્ના, ફારૂખ શેખ, કિરણ ખેર, માસૂમી માખીજા, લિલેટ દુબે.

'સાસ, બહુ ઔર સેંસેક્સ' ભારતના બદલાતાં ચહેરા પર એક ફન ફિલ્મ છે. સેસેંક્સ આ ફિલ્મની પુષ્ઠભૂમિમાં છે. આ લોકોને આ અંગે સાવધ કરે છે કે તેઓ પોતાના પૈસાનુ યોગ્ય રોકાણ કરીને પૈસા કમાવે.

નિત્યા (તનુશ્રી દત્તા) કલકત્તામાં સુખ-સુવિદ્યાઓની સાથે રહે છે. પોતાના માતા-પિતાના છુટાછેડા થયા પછી તે પોતાની મમ્મી વિનિતા સેન (કિરણ ખેર)ની સાથે કલકત્તા છોડીને નવી મુંબઈમાં આવીને રહેવા માંડે છે. નિત્યાને અભાવમાં રહેવું પડે છે જેને માટે તે પોતાની મમ્મીને દોષી માને છે.

webdunia
P.R
નિત્યાની ઈચ્છા હતી કે તે યૂએસએ જઈને એમબીએનો અભ્યાસ કરે, પરંતુ તેને એક કોલ સેંટરમાં સર્વિસ કરવી પડે છે. રિતેશ જેઠમલાની નામનો યુવક નિત્યાની શક્ય મદદ કરવાના પ્રયત્નો કરતો રહે છે. રિતેશને નિત્યા પ્રેમ કરવા માંડે છે.

વિનિતા વિચારે છે કે તેની પુત્રીનો ગુસ્સો થોડાક દિવસોમાં શાંત થઈ જશે અને તે પોતાની નવી જીંદગીથી ખુશ હશે. વિનિતા પોતાની સોસાયટીની સ્ત્રીઓની કિટી પાર્ટીમાં સમય વીતાવવા માટે જોડાય જાય છે.

બિનિતા પોતાના પિતાના જુના ઘરે જાય છે, જ્યાં તેને શેર અને સ્ટોક માર્કેટના જખીરા મળે છે. તેને સમજવા માટે તે કે સ્ટોક બ્રોકર ફિરોજ સેઠને (ફારૂખ શેખ)મળે છે જે તેને માર્કેટમાં પૈસા લગાવવાના ગુર શીખવાડે છે.. બિનિતા પોતાની કિટી પાર્ટીના સભ્યોની સાથે શેર બજારમાં પૈસો લગાવવાનુ શરૂ કરી દે છે.

વાર્તામાં કીર્તિ વાગસ્કર(માસૂમી) પણ છે. જે કે કરોડપતિ વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગે છે. ઘટનાક્ર્મ થોડો એવો ઘટે છે કે બિનિતા ઈચ્છે છે કે કીર્તિ અને રિતેશનુ લગ્ન થઈ જાય.
webdunia
P.R

છેવટે લગ્નનો દિવસ આવી જ જાય છે. નિત્યાનો ઉદાસ ચહેરો જોઈને તેની માઁ તેને તેના પિતાને છોડવા પાછળની વાત કહે છે. તેના પિતાએ એક છોકરી માટે પોતાનું ઘર છોડી દીધુ હતુ. દુનિયાના તિરસ્કાર ભર્યા વેણોથી બચવા માટે તે પોતાની પુત્રી (નિત્યા)ને કલકત્તા થી નવી મુંબઈ લઈન આવી હતી.

રિતેશનુ લગ્ન કોની સાથે થાય છે ? કેવી રીતે બિનિતા અને તેની પુત્રી નવી મુંબઈમાં રહે છે ? કિટી પાર્ટી, સેંસેક્સના ઉતાર-ચઢાવ અને સોપ ઓપેરાની વચ્ચે આ વાર્તાને બતાવવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati