Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વેલકમ ટૂ સજ્જનપુર

વેલકમ ટૂ સજ્જનપુર
P.R
નિર્માતા : રોની સ્ક્રૂવાલા
નિર્દેશક અને વાર્તા - શ્યામ બેનેગલ
સંગીત - શાંતનુ મોઈત્રા
કલાકાર - શ્રેયસ તલપદે, અમૃતા રાવ, રવિ કિશન, ઈલા અરુણ, દિવ્યા દત્તા, યશપાલ શર્મા, રાજેશ્વરી સચદેવ.

સજ્જપુરમાં રહેનારા મહાદેવની ગણતરી એ બે-ત્રણ લોકોમાં થાય છે જે ભણવાનુ જાણે છે. તેમની ઈચ્છા ઉપન્યાસકાર બનવાની છે., પરંતુ તે પોતાના વર્તમાન કામથી ખુશ છે. પોસ્ટ ઓફિસની પાસે બેસીને તેઓ ગામના અભણ લોકોના પત્ર લખે છે. પત્ર લખવાના તેના અંદાજને ગામના અભણ લોકોની વચ્ચે લોકપ્રિય કરી દીધો છે પત્ર લખતી વખતે તે પોતાની સમગ્ર પ્રતિભાનો ઉપયોગ કરે છે.

એક દિવસ એક સુંદર સ્ત્રી કમલા તેની પાસે આવે છે. તે ઈચ્છે છે કે મહાદેવ તેને માટે તેના પતિને પત્ર લખે. તેનો પતિ પૈસા કમાવવા મુંબઈ ગયો છે.

કમલાને જોઈને મહાદેવ જૂની યાદોમાં ખોવાય જાય છે. તેને યાદ આવે છે કે બાળપણમાં તે અને કમલા એક જ શાળામાં ભણતા હતા. તેને કમલા ખૂબ જ ગમતી હતી. એક દિવસ કમલાએ તેને સુંદર અક્ષરોમા નોટ્સ લખવાનુ કહ્યુ તો બદલામાં તેણે એક કિસ માંગી લીધી.

webdunia
P.R
મહાદેવને લાગ્યુ કે આ ઘટના પછી કમલાના માતા-પિતાએ ત્ને શાળામાંથી કાઢી લીધી. સુંદર કમલાને જોઈને તેનો પ્રેમ ફરી જાગી ઉઠ્યો. તેણે પોતાની તરફ આકર્ષિત કરવા માટે તેણે કમલાના પતિને પત્ર લખ્યો કે બંને એકબીજાથી જુદા થઈ જાય. મહાદેવ પોતાની યોજનામાં લગભગ સફળ થઈ જ ગયો હતો કે એક એવી ઘટના બની કે તે વિલનની જગ્યાએ હીરો થઈ ગયો.

'વેલકમ ટુ સજ્જનપુર'ની વાર્તાને હાસ્ય, મનોરંજક અને સંગીતમય રીતે રજૂ કરવામાં આવી છે. તેના ચરિત્ર અને ઘટનાઓ આનંદદાયક હોવાની સાથે સાથે હૃદયસ્પર્શી પણ છે.

Share this Story:

Follow Webdunia gujarati