Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિદેશ

વિદેશ
નિર્માતા : રવિ ચોપડા અને ડેવિડ હેમિલ્ટ
નિર્દેશક : દીપા મેહતા
સંગીતકાર : માયચલ ડન્ન
કલાકાર : પ્રીતિ જિંટા, વંશ ભારદ્વાજ, ગીતિકા શર્મા

પંજાબમાં રહેનારી ચાંદ (પ્રીતિ જિંટા) ના માતા-પિતા તેના લગ્ન કેનેડામાં વસતા રોકી (વંશ ભારદ્રાજ) સાથે નક્કી કરે છે, જેને તે અગાઉ ક્યારેય પણ મળી નથી. રોકી લગ્ન કરવા માટે પોતાના પરિવાર સાથે પંજાબ આવે છે અને લગ્ન કરીને ચાંદ સાથે કેનેડા ચાલ્યો જાય છે.

રોકી પોતાના પરિવારના સભ્યો સાથે તણાવમાં જીવી રહ્યો છે. તેને પોતાની માતા અને કન્ફયૂજ પિતાની ચિંતા છે. પોતાની બહેન, તેનો પતિ અને તેના બે બાળઓની પણ તેને મદદ કરવાની છે.

આ તમામ લોકો શહેરના એક નાનકડા ઘરમાં રહે છે. સ્થિતિને વધુ બગાડવા માટે રોકી સ્વયં જવાબદાર છે કારણ કે, તે તમામ નાણા પોતાના પરિવારને કેનેડામાં સ્થાયી કરવામાં ખર્ચ કરે છે જ્યારે તે ખુદ એક ટ્રેક્સી ડ્રાઈવર જ છે. ભણેલી-ગણેલી સૌંદર્યવાન ચાંદને ટૂક સમયમાં જ સમજણમાં આવી જાય છે કે, તે એક એવા સંસારમાં ફસાઈ ગઈ છે જેનું તેની સાથે કંઈ લેણ-દેણ નથી. ત્યાં તેને પોતાનું કહેનારું કોઈ પણ નથી. તેને તો માત્ર પોતાના સાસરિયાઓ તરફથી યાતનાઓ જ મળે છે. એવા સમયે તેને ભારતમાં વસી રહેલા પોતાના પરિજનોની યાદ આવે છે પરંતુ તે તેને મળવા માટે જઈ શકતી નથી.

ચાંદને ધીરે-ધીરે સમજાઈ જાય છે કે, પરિવારના સભ્યો તેને પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે દાસી બનાવીને રાખવા ઈચ્છે છે અને તેનો પતિ જીવનની મુસીબતો હેઠળ દબાઈને ચાંદ પર જ હાથ ઉપાડતો રહે છે. આ બધાથી બચવા માટે ચાંદ એક ફેક્ટરીમાં કામ શરૂ કરી દે છે.

IFM
ફૈક્ટ્રીમાં હોટલના તોલિયા ધોતી વખતે તેની મુલાકાત રોજા સાથે થાય છે. રોજા તેની સ્થિતિ સમજી જાય છે. તે ચાંદને પોતાના પ્રેમને મેળવવાનો એક જાદુઈ રસ્તો દેખાડે છે. ચાંદ બીજા રસ્તે ચાલવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેનું પરિણામ સકારાત્મક દેખાતું નથી.

પરિવાર તરફથી કોઈ પણ પ્રકારની મદદ ન મળવા પર બધેથી નિરાશ થઈને ચાંદ પોતાના જીવનને અલગ રૂપે જોવાની કલ્પના શરૂ કરી દે છે જે કિંગ કોબરાની કથા સાથે મેળ ખાય છે.

Share this Story:

Follow Webdunia gujarati