નિર્માતા - કમલ સદાનાનિર્દેશક - અનંત મહાદેવનસંગીત- હિમેશ રેશમિયા, કલાકાર - અનુપમ ખેર, જિમી શેરગિલ, પ્રીતિ ઝિંગિયાની, સોનિયા મેહરા.બહુ વર્ષો પહેલાં કમલ સદાનાના પિતાએ 'વિક્ટોરિયા નં-203' નામની હિટ ફિલ્મ બનાવી હતી. ફિલ્મનું ગીત-સંગીત ખૂબ જ હિટ હતુ. જ્યારે રિમેક ફિલ્મો બનાવવાની શરૂઆત થઈ ત્યારે કમલે પણ પોતાના પિતાની હિટ ફિલ્મને ફરીથી બનાવવાનો નિશ્ચય કર્યો.ફિલ્મની સ્ટોરી કરોડો રૂપિયાના હીરાઓની આસપાસ ફરે છે. બોબી (જાવેદ જાફરી) ખૂબ જ શ્રીમંત વ્યક્તિ છે. તે હીરાનો શોખીન છે. એક
પ્રદર્શનમાં તે 300 કરોડના હીરા જોવે છે અને તેને ખરીદવાની ઈચ્છા બતાવે છે. પણ હીરાનો માલિક તેને વેચવાની ના પાડી દે છે.
બોબીને આ વાતથી પોતાનું અપમાન થયાનો અનુભવ થાય છે. અને આ હીરાઓને ચોરવાનો પ્લાન બનાવે છે. તે માટે તે ટોરાની મદદ લે છે.ટોરા હીરાની ચોરી કરવામાં સફળ થાય છે.
બોબીને દગો દેવાના ઈરાદે ટોરા હીરા લઈને ભાગી જાય છે. અને તેનો અકસ્માત થઈ જાય છે. તે જેમ-તેમ કરીને વિક્ટોરિયા નં- 203માં હીરા સંતાડી દે છે. વિક્ટોરિયાનો ચાલક રમણ તેને દવાખાને લઈ જાય છે, પણ પોલિસ તેને અપરાધી સમજીને પકડી લે છે.
રમણની છોકરી સારા (સોનિયા વિનોદ મેહરા) પોતાના પિતાની જગ્યાએ વિક્ટોરિયા ચલાવે છે. તેને ખબર નથી હોતી કે વિક્ટોરિયામાં 300 કરોડના હીરા છે. એક દિવસે વિક્ટોરિયામાં જીમી બેસે છે અને સારા તેને દિલ આપી બેસે છે.
વાર્તામાં રાજા (અનુપમ ખેર) અને રાણા(ઓમપુરી)પણ છે. બંને નાના-મોટા ચોર છે. અને હમણાં જ જેલમાંથી બહાર આવ્યા છે. તેમને પણ હીરા ચોરાયા છે તેવી ખબર પડી છે. તેઓ પણ હીરાની શોધમાં લાગી જાય છે.
છેવટે બધા કલાકારો ભેગા મળે છે., પણ કોઈને પણ ખબર નથી પડતી કે હીરા ક્યા મુક્યા છે