જોશથી ભરેલ અને રમતિયાળ સ્વભાવવાળા કરણ (હરમન બાવેજા)ને કાયદામાં બંધાઈને જીવવુ પસંદ નથી. શર્મીલે સના (પ્રિયંકા ચોપડા)ને અનુશાસન પસંદ છે અને તે પોતાનુ જીવન પોતે બનાવેલા નિયમો મુજબ જીવે છે. અંતર હોવા છતાં બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. ડો. યતિદર ખન્ના(બોમન ઈરાની) કરણના અંકલ છે. તેઓ વર્ષોથી ટાઈમ મશીન બનાવી રહ્યા છે અને છેવટે સફળ થયા. સનાને જ્યારે આ વિશે જાણ થાય છે તેઓ તે ટાઈમ મશીન દ્વારા ભવિષ્યનુ મુંબઈ જોવાની ઈચ્છા પ્રગટ કરે છે. કરણ, સના, યતિંદર, રાહુલ અને થિયા(સનાના નાના ભાઈ-બહેન) ઈ.સ. 2050ના મુંબઈમાં પહોંચી જાય છે. વાહ, શુ અદભૂત દ્રશ્ય છે. ઉડતી મોટરગાડીઓ અને રેલગાડી, 200માળ ઉંચી ઈમારતો, કામ કરતા રોબોર્ટ. વિશ્વાસ નથી થતો કે આ જ આપણુ મુંબઈ છે.
એવી ઘટનાઓ બનવા માંડે છે કે કરણ અનુભવે છે કે સનાથી તે દૂર જઈ રહ્યો છે. એવામાં ક્યૂટી(રોબોટ) અને બૂ(રોબોટિક ટેડી બિયર) કરણ અને સનાને નજીક લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
આ દરમિયાન તેને ભવિષ્યના દેવતા ડૉ. હોશીની ધમકીઓ મળે છે. કરણ કેવી રીતે તેનો સામનો કરે છે, અને પોતાના પ્રેમને મેળવે છે અને વાસ્તવિક સમયમાં પાછો ફરે છે, તે આ ફિલ્મનો સાર છે.