તેનુ નસીબ ત્યારે પલટાઈ જાય છે જ્યારે જે પરિવારે તેને પાળ્યો હોય છે તેઓ બીજી જગ્યાએ જવાનો નિર્ણય કરે છે અને રોમિયોને મુંબઈની ગલીયોમાં છોડી દે છે. રોમિયોએ આવી પરિસ્થિતિનો સામનો આ પહેલા કદી નહોતો કર્યો. આરામદાયક જીવન જીવન જીવનારા રોમિયોને આનાથી તકલીફ થાય છે. તેનો સામનો આવારા કૂતરાઓ સાથે થાય છે, જે રોમિયોને દિવસે તારા બતાવી દે છે. રોમિયો બુધ્ધિમાન છે. તે યોજના પૂર્વક તેમનુ દિલ જીતીને તેમને પોતાના મિત્રો બનાવી લે છે. ધીરે ધીરે રોમિયો ગલીયોના કૂતરાઓના મનમાં આ વાત બેસાડી દે છે કે તેની પાસે તેમના કરતા વધુ બુધ્ધિ છે અને તેનો ફાયદો તેને મળવા લાગે છે. એક દિવસ રોમિયોનો સામનો લેલા સાથે થાય છે. લેલાની સુંદરતાનો તે કાયલ થઈ જાય છે અને પહેલી નજરમાં જ તે પોતાનુ દિલ તેને આપી બેસે છે. મૂનલાઈટ કલબમા લેલા નાચે છે અને ગાય છે.
ફિલ્મમાં વિલન પણ છે. ચાર્લી અન્નાના વિસ્તારમાં મોટો ચોક છે. તેને પોતાના વખાણ સાંભળવા ગમે છે, પરંતુ તેના મૂડનુ કોઈ ઠેકાણુ નથી હોતુ. તે ક્યારે શુ કરી બેસે ? વિલન અને તેની ગેંગનો કેવી રીતે સામનો કરી રોમિયો લૈલાનુ દિલ જીતી લે છે તે આ ફિલ્મમાં રોચક અંદાજમાં બતાવવામાં આવ્યુ છે.
આ એક એનિમેશન ફિલ્મ છે જેને યશરાજ ફિલ્મ્સે ડિઝ્ની સ્ટુદિયોની મદદથી બનાવ્યુ છે. ડિઝનીનુ નામ જોડાયુ હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરની ઈફેક્ટસ અને એનિમેશનની આશા દર્શકો રાખી શકે છે. સેફ અલી ખાન, કરીના કપૂર અને જાવેદ જાફરી ક્રમશ રોમિયો, લૈલા અને ચાર્લી અન્નાના પાત્રોને અવાજ આપ્યો છે. ફિલ્મની લંબાઈ લગભગ 90 મિનિટની બતાવવામાં આવી રહી છે.