રોહનની ગેરહાજરીમાં વિક્રમ એકદિવસ તેના ઘરે પહોંચી જાય છે અને નેહાની નજીક આવવાના પ્રયત્નો કરે છે, નેહા તેના મનને જાણી જાય છે અને ગુસ્સે થઈને તેને ઘરેથી કાઢી મુકે છે. કેટલાક દિવસો પછી રોહન, નેહ, લવી અને વિક્રમ એક ડિસ્કોથેકમાં જાય છે, જ્યા એક માણસ નેહાને છંછેડે છે. રોહન આ જોઈ ક્રોધે ભરાય છે અને તેની સાથે લડે છે. મારઘાડમાં પેલો માણસ મરી જાય છે. વિક્રમ આ ઘટનાનો સાક્ષી છે અને તેની ગવાહીથી રોહન કઠોર સજાથી બચી શકે છે. નેહા સાથે વિક્રમ બદલો લેવા માંગે છે અને તેને આ ખૂબ જ સારી તક મળી છે. રોહનનો જીવ બચાવવાના બદલામાં એ નેહા આગળ એક શરત મૂકે છે કે તેને એક રાત તેની સાથે સૂવુ પડશે. નેહા શરત માની લે છે. નેહા અને વિક્રમને રોહન એક સાથે જોઈ લે છે અને એ બંને સાથે બદલો લેવા વ્યાકુળ થાય છે. બંનેને મારવાના ઉદ્દેશ્યથી એ એક યોજના બનાવે છે. જેના માટે તેઓ ગોવા જાય છે.
શુ રોહનને હકીકતની જાણ થશે ?
શુ એ નેહાને માફ કરશે ?
શુ એ બંને સાથે બદલો લેશે ?
જેનો જવાબ મળશે 'યે પલ હો ના હો કલ'માં.