Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માન ગયે મુગલ-એ-આઝમ

માન ગયે મુગલ-એ-આઝમ
P.R
નિર્માતા : ચંપક જૈન, ગણેશ જૈન, રતન જૈન.
નિર્દેશક : સંજય છૈલ
સંગીત : અનુ મલિક
કલાકાર : રાહુલ બોસ, મલ્લિકા શેરાવત, પરેશ રાવલ, કે.કે. મેનન, પવન મલ્હોત્રા, ઝાકીર હુસૈન.

'માન ગયે મુગલ-એ-આઝમ' કલાકાર થિયેટર કંપનીની કથા છે. જે વર્ષોથી મજબૂરી હેઠળ 'માન ગયે મુગલ-એ-આઝમ' નાટકનું મંચન કરતા આવ્યા છે. આ વાર્તામાં બતાવવામાં આવ્યુ છે કે કેવી રીતે એક નાનકડા શહેરની નાટક કંપની પોતાના દેશને બચાવવાના મિશનમાં જોડાય છે.

વાત 1993ની છે જ્યારે દેશમાં કોમી તોફાનો થઈ રહ્યા હતા. ચારે બાજુ હાહાકાર મચી ગયો હતો. સેટ લુઈસ નામના એક નામના એક નાનકડા શહેરમાં પોલીસ અને સીબીઆઈ ઓફિસર્સને સાવધાન કરી દીધા હતા કે તેમના વિસ્તારમાં ઘણી ગેરકાયદેસર ગતિવિધિયોનુ સંચાલન થઈ રહ્યુ છે.

આ શહેરમાં એક દિવસ કલાકાર થિયેટર કંપનીના કલાકારોને જાણ થાય છે કે એક અંડરવર્લ્ડનો ડૉન દેશમાં વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યો છે. ત્યારબાદ શરૂ થાય છે હાસ્ય અને રોમાંચની પ્રક્રિયા.

ડ્રામા કંપની એક નાટક 'એ ડેડલી ગેમ પ્લાન'નામનો પ્લાન બનાવે છે, જેથી દેશ અને શહેરને બોમ્બ વિસ્ફોટોથી બચાવી શકાય. ઘણા પ્રકારના વેશભૂષા રચીને આ કલાકારો કેવી રીતે દેશને બચાવે છે તે હસી-હસીને પેટ દુ:ખાવી દે તેવુ છે. હારનારા જીતી જાય છે. 'એક્ટર્સ' 'હીરો' બની જાય છે. આ હાસ્ય ફિલ્મ કશુંક વિચારવા પણ મજબૂર કરે છે.

પાત્ર પરિચ

ક્વીન ઓફ ગ્લેમર - શબનમ(મલ્લિકા શેરાવત)
webdunia
P.R
શબનમ એક સેક્સી, સ્માર્ટ અને ચંચળ અભિનેત્રી છે, જેના મોટા-મોટા સપનાઓ છે, તેને લાગે છે કે બોલીવુડ તેની રાહ જોઈ રહ્યુ છે. સાથે સાથે પોતાની બોરિંગ વૈવાહિક જીંદગીમાં તે એક યુવા પ્રેમીની પણ રાહ જોઈ રહી છે. 'મિશન મુગલ-એ-આઝમ'ની 'અનારકલી' પોતાની અદાઓથી આખા દેશને ઘેલો બનાવી શકે છે અને તેની આ જ વિશેષતા છેવટે દેશને બચાવવામાં કામ આવે છે. અનારકલી ફિલ્મનુ હૃદય છે.

પ્રિંસ ઓફ રોમાંસ - અર્જુન (રાહુલ બોસ)
webdunia
IFM
સીક્રેટ એજંટ અર્જુન મનમાંને મનમાં શબનમને ખૂબ પ્રેમ કરે છે. તેના મગજમાં એક ગંભીર એજેંડા અને દિલમાં પોતાના પ્રેમને મેળવવાની સુંદર યોજના છે. તે આખા થિયેટરના ગ્રુપનો ઉત્સાહ વધારે છે અને તેને વધુ સારી બનાવવા પ્રેરણા આપે છે. તે આ ફિલ્મનુ 'મગજ' છે.

શહેનશાહ ઓફ કોમેડી - ઉદય શંકર મજમૂદાર (પરેશ રાવલ)
webdunia
IFM
ઉદય શંકર પોતાની પત્ની પર વધુ પડતો હક જમાવે છે. સાથે સાથે તેઓ પોતાના અભિનય પર ફીદા છે. તેઓ એક્ટિંગ નહી પણ ઓવર એક્ટિંગ કરે છે. અકબરનુ પાત્ર ઓથેલોની જેવુ છે અન ઓથેલોનો અભિનય તે હનુમાનની જેમ કરે છે. તેઓ પોતાની જાતને 'લીવિંગ લીજેંડ' માને છે. તેમનો અભિનય જોઈને ભલે દર્શકોનો જીવ નીકળી જાય. છેવટે તેઓ પોતાના જીવના જોખમે પડકારપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ આ ફિલ્મની આત્મા છે.

હલ્દી હસન (કે.કે. મેનન)
webdunia
IFM

સ્ટાઈલિશ, રોમાંટિક અને ઉર્દૂ ગઝલ ગાયક હલ્દી હસન પોતાની દરેક પ્રશંસિકાના પ્રેમમાં પડી જાય છે, જે તેમને મળવા આવે છે. રોમાંસ તેમના રંગ-રંગમાં છે. ગીતમાં રોમાંસ, બોલવામાં રોમાંસ, અને તેમના જીવવાના અંદાજમાં રોમાંસ જ રોમાંસ જોવા મળે છે. આ વાત બીજી છે કે તેમની વિશિષ્ટ ઉર્દૂ અને રહસ્યમયી મગજને કોઈ નથી સમજી શકતુ.

Share this Story:

Follow Webdunia gujarati