માઈ એક એવી વૃદ્ધ મહિલાની સ્ટોરી છે જેની સંતાન તેની જવાબદારી લેવાનું ટાળે છે. અલ્ઝાઈમરથી પીડિત માઈની ત્રણ દિકરીઓ અને એક પુત્ર છે. પુત્રથી માઈ ત્યારે નિરાશ થઈ જાય છે જ્યારે તે પોતાની માતાને અસહાય છોડીને વિદેશ નોકરી માટે જતો રહે છે. માઈની બે નાની પુત્રીઓ પણ જવાબદારી લેવાથી દૂર ભાગે છે. આવે મુશ્કેલ પરિસ્થિતિમાં માઈની મોટી પુત્રી મધુ આગળ આવે છે અને માઈની દેખરેખ કરે છે. માઈની હાલત દિવસો દિવસ ખરાબ થતી જાય છે અને મઘુ માટે પરિસ્થિતિ મુશ્કેલ બની જાય છે. ઘર અને ઓફિસ વચ્ચે મેળ બેસાડવો તેને માટે મુશ્કેલ થઈ જાય છે અને છેવટે તેને નોકરી છોડવી પડે છે. માઈને લઈને તેના પોતાના પતિ સાથે સંબંધો પણ તનાવપૂર્ણ થઈ જાય છે.