વર્ષાના પિતા શ્રવણ પર ભરોસો કરે છે અને વર્ષાને કહે છે કે શ્રવણ હવે બિલકુલ બદલાઈ ગયો છે. વર્ષા તેને માફ કરી દે છે અને બંનેની સગાઈ થઈ જાય છે. રજાઓ ગાળવા બંને સાથે જાય છે અને બધી હદ ઓળંગી જાય છે. વર્ષાને તે સમયે ઉંડો આધાત લાગે છે જ્યારે શ્રવણ તેને જણાવે છે કે પ્રેમ અને માફીનુ નાટક તેણે તે માટે કર્યુ કે તે તેની સાથે એક રાત વિતાવે. વર્ષાનુ દિલ તૂટી જાય છે અને તે શ્રવણની જીંદગીથી ઘણી દૂર જતી રહે છે. શ્રવણને તેના ઘરે એટલેકે ભારત બોલાવવામાં આવે છે, કારણકે તેનો નાનો ભાઈ કરણ(અજય દેવગન) લગ્ન કરવાનો છે. કરણનો સ્વભાવ પોતાના ભાઈ કરતા બિલકુલ ઉલટ છે. કરણ યુરોપમાં રહે છે અને શ્રવણને પોતાની પ્રેમિકા પાયલ વિશે બતાવે છે. પાયલને તે ખૂબ જ ચાહે છે અને તેના માટે પાયલ જ બધુ છે. લગ્નનો દિવસ નજીક આવે છે અને પાયલ યૂરોપથી ભારત આવે છે. કરણ પોતાની પ્રેમિકા પાયલને શ્રવણ સાથે પરિચય કરાવે છે. પાયલ બીજી કોઈ નહી પરંતુ વર્ષા જ છે.
શુ પાયલે આ નાટક શ્રવણને પાઠ ભણાવવા માટે કર્યુ છે ?
શુ નસીબે તેની સાથે આ રમત રમી છે ?
શુ શ્રવણ, કરણને પાયલ સાથે લગ્ન કરવા દેશે ?
શ્રવણ અને વર્ષાના સંબંધોનુ રહસ્ય જ્યારે ખુલશે ત્યારે કરણનુ શું થશે ?
જાણવા માટે જુઓ 'મહેબૂબા'.