મિ. એંડેનવાલા એક જમાનામાં પ્રખ્યાત ફિલ્મ નિર્માતા હતા. જે હાલ બીમાર છે. સુભાષને તેઓ પોતાના ડ્રાયવરની નોકરી આપે છે. મિ. ઈંડેનવાલાની પત્ની મલ્લિકા(નેહા ધૂપિયા)સુંદર અને જવાન છે. મિ. એંડેનવાલા તેના પ્રેમમાં પાગલ છે. મલ્લિકાએ આ લગ્ન એ માટે કર્યા છે કે તેની નજર એંડેનવાલાની મિલકત પર છે. મલ્લિકાના ઈરાદા સુભાષ પામી જાય છે. અને તેને શ્રીમંત બનવાની એક તક મળી જાય છે. તે મલ્લિકા પાસેથી પૈસા હડપવાની યોજના બનાવવા માટે એંડેનવાલાના વકીલ(બોમન ઈરાની)ની મદદથી બીમાર એંડેનવાલાની દેખરેખ માટે એક કેયરટેકર(તારા શર્મા)ની નિમણૂંક કરાવે છે.
પોતાની યોજનાને પાર પાડવા તેણે ઘણી રોમાંચક પરિસ્થિતિથીમાંથી પસાર થવું પડે છે. પૂરી સતર્કતા છતાં થોડી ગડબડ થઈ જાય છે. અને આ વાતની તપાસ કરવા માટે એસીપી ગોખલે(ઓમપુરી)આવે છે.
સુભાષ ખોટા પર ખોટું બોલતો જાય છે. કેવી રીતે તે પોતાની ગરદન બચાવે છે એ આ ફિલ્મનો સાર છે.