Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મની હૈ તો હની હૈ

મની હૈ તો હની હૈ
IFM
નિર્માતા-કુમાર મંગત
નિર્દેશક : ગણેશ આચાર્
સંગીત : નિતિન અરોરા, સોની ચાઁદી
કલાકાર :ગોવિંદા, સેલિના જેટલી, આફતાબ શિવદાસાની, હંસિકા, ઉપેન પટેલ, ઈશા દેઓલ, મનોજ વાજપેયી, અર્ચના પૂરન સિંહ.

કોરિયોગ્રાફરની સાથ સાથે ગણેશ આચાર્ય નિર્દેશક પણ બની ગયા. તેમની છેલ્લી ફિલ્મ 'સ્વામી' બોક્સ ઓફિસ પર સફળ નહોતી થઈ શકી. આ વખતે ગણેશ આચાર્ય સફળતા મેળવવાની પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા છે. વ્યવસાયિક દ્રષ્ટિકોણ રાખીને તેમણે 'મની હૈ તો હની હૈ' નામની ફિલ્મ બનાવી છે, જેમા ઢગલો કલાકાર છે.
webdunia
IFM

ફિલ્મમાં 6 મુખ્ય પાત્રો છે અને વાર્તા તેમની આસપાસ ફરે છે. બોબી(ગોવિંદા) ખુશમિજાજ પ્રકૃતિ ધરાવતો માણસ છે. તે જીવનમાં કંઈક કરીને પોતાની જાતને સાબિત કરવા માંગે છે, તેથી તે ઘરેથી ભાગી આવ્યો છે.

લાલાભાઈ(મનોજ વાજપેયી)ને એક કરોડ રૂપિયાની લોટરી લાગી અને તેમની ગણતરી શ્રીમંતોમાં થવા માંડી. તેમણે એક વ્યાપાર શરૂ કર્યો હતો જેમા નુકશાન થતા તેઓ રસ્તા પર આવી ગયા હતા.

ગૌરવ(આફતાબ શિવદાસાની) એક કોપી રાઈટર છે, પરંતુ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. માણિક(ઉપેન પટેલ)એક સંઘર્ષ કરી રહેલ મોડેલ છે, જે એક પુખ્ત વયની ફેશન ડિઝાઈનર સાથે આગળ વધવાની એક તક માટે સંબંધ બનાવી રાખ્યો છે.

આશિમા કપૂર(હંસિકા મોટવાણી) ટીવીની પ્રખ્યાત અભિનેત્રી છે, પરંતુ તે ખુશ નથી. તે ફિલ્મોમા હીરોઈન બનવા માંગે છે. શ્રુતિ(સેલિના જેટલી)એક ડ્રેસ ડિઝાઈનર છે જે હાલ સંઘર્ષ કરી રહી છે.

webdunia
IFM
જ્યારે આ બધાને એક એસએમએસ મળે છે ત્યારે આ લોકોની જીંદગીમાં એક નવો વળાંક આવી જાય છે. તેમાં એવુ લખવામાં આવે છે કે તેઓ એક હજાર કરોડ રૂપિયાની કંપનીના માલિક છે. બધા ખુશીથી ઉછળી પડે છે.

આ ખુશી વધુ સમય નથી ટકતી, કારણકે કંપનીનો વકીલ રહસ્ય ખોલે છે કે કંપનીને 1200 કરોડ રૂપિયાની ઉધારી ચૂકવવાની છે. બધાને જ્યાં સુધી આ પૈસા ન ચૂકવાય ત્યાં સુધી એક ઘરમાં કેદ રહેવુ પડશે.

આગળ શુ થશે તે જોવા માટે જુઓ ફિલ્મ 'મની હૈ તો હની હૈ'.

Share this Story:

Follow Webdunia gujarati