Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્લેક એંડ વ્હાઈટ

બ્લેક એંડ વ્હાઈટ
IFM
નિર્માતા-નિર્દેશક - સુભાષ ઘાઈ
ગીત - ઈબ્રાહીમ અશ્ક
સંગીત : સુખવિંદર સિંહ
કલાકાર -અનિલ કપૂર, અનુરાગ સિન્હા, શૈફાલી છાયા, અદિતિ શર્મા, આકાશ ખુરાના.

નિર્દેશકના રૂપમાં સુભાષ ઘાઈની છેલ્લી કેટલીક ફિલ્મો ફ્લોપ ગઈ છે. સુભાષ ઘાઈ આ વખતે લીકથી હટીને ફિલ્મ લઈને એક ગંભીર ફિલ્મ લઈને આવ્યા છે. 'બ્લેક એંડ વ્હાઈટ'માં તેમણે આતંકવાદ જેવા સંવેદનશીલ મુદ્દાને નવા દ્રષ્ટિકોણ સાથે બતાવવાનો પ્રયાસ કર્યો છે. આમા બતાવવામાં આવ્યુ છે કે કેવી રીતે કેટલાક કટ્ટરવાદી લોકો મુસ્લિમ યુવકોને આતંકવાદી બનવા પ્રેરિત કરી રહ્યા છે.

નુમૈર કાજી (અનુરાગ સિંહ) આ વાર્તાનું કેન્દ્રીય પાત્ર છે. નુમૈરની મુલાકાત રાજન માથુર (અનિલ કપૂર) સાથે થાય છે. ડો. જાકિર હુસૈન કોલેજમાં રાજન ઉર્દૂ સાહિત્યના પ્રોફેસર છે. તે પોતાની પત્ની રોમા માથુર(શેફાલી શાહ)ની સાથે દિલ્લીના ચાઁદની ચોકમાં રહે છે.

નુમૈર પોતાને ગુજરાતમાં થયેલા તોફાનોનો શિકાર બતાવે છે અને પ્રોફેસર માથુરની હમદર્દી મેળવવામાં સફળ થાય છે. તેને પંદર દિવસ માટે પ્રોફેસરના ઘરે રહેવાની પરવાનગી મળી જાય છે.

webdunia
IFM
નુમૈરની અસલિયતથી પ્રોફેસર માથુર અજ્ઞાન રહે છે. હકીકતમાં નુમૈરનુ નિશાન દિલ્લીમાં 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં માનવ બમ બનાવીને વિસ્ફોટ કરવાનો છે. તેને આ કામની જવાબદારી એક આતંકવાદી સંગઠને આપી છે, જેનો ઉદ્દેશ્ય ફક્ત આતંક ફેલાવવાનો છે. નુમૈરને પંદરમી ઓગસ્ટના કાર્યક્રમમાં જવા માટે પાસ જોઈએ, જેની વ્યવસ્થા પ્રોફેસર માથુર કરે છે.

ચાઁદની ચોકમાં પ્રોફેસરના ઘરે રહેવા દરમિયાન નુમૈરની મુલાકાત કેટલાય લોકો સાથે થાય છે. આ લોકો એકબીજા સાથે ખૂબ પ્રેમથી રહે છે, અને નફરતનુ તેમના જીવનમાં કોઈ સ્થાન નથી. અલગ અલગ જાતિના હોવા છતાં તેઓ એકબીજા સાથે હળીમળીને રહે છે અને પ્રત્યેક તહેવાર સાથે મળીને ઉજવે છે.

શગુફ્તા, રાહત સૂફી અને મિયાઁથી નુમૈર ખૂબ પ્રભાવિત થાય છે. શતુફ્તા એક મોર્ડન મુસ્લિક યુવતી છે. મિયાઁની ઉંમર 84 વર્ષ છે અને પોતાના દેશને તે ખૂબ પ્રેમ કરે છે. રાહત સૂફી ગાયક છે.

હંમેશા આતંક ફેલાવનારા લોકો વચ્ચે રહેતો નુમૈર આ બધુ પહેલીવાર અનુભવે છે. તે બધા સાથે ભાવનાથી બંધાય જાય છે. તેને લાગે છે કે તે પોતાના લક્ષ્યથી ભટકી રહ્યો છે. ભાવનાઓને દૂર રાખીને તે પોતાના આતંક ફેલાવવાના ઉદ્દેશ્ય પ્રત્યે એકચિત્ત થઈ જાય છે.

webdunia
IFM
શુ તે બોમ્બ વિસ્ફોટ કરશે ?
શુ તે પ્રોફેસર માથુરના વિશ્વાસને તોડશે ?
શુ તેને આ અનુભવ થશે કે તે જે રસ્તે ચાલી નીકળ્યો છે તે ખોટો છે ?
જાણવા માટે જુઓ 'બ્લેક એંડ વ્હાઈટ'.

Share this Story:

Follow Webdunia gujarati