યુવાઓનો એક સમૂહ જે હિસાનો ભોગ બન્યો છે. અસહાય અને ગુસ્સાથી ભરેલ તેઓ બદલો લેવા માટે ઉતારુ છે. એક હિન્દુ મુસ્લિમ કપલ છે જે પોતાની ઓળખ છુપાવવાના અને બતાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. એક પુત્ર રમખાણોમાં પોતાના પરિવારને ખોઈ બેસ્યો છે અને પોતાના ગુમ પિતાની શોધમાં છે. જુદા જુદા પાત્રો દ્વારા તેમની આંતરિક અને બાહ્ય જીંદગી પર હિંસાની શુ અસર થઈ છે, એ ફિલ્મમાં ટટોલવાની કોશિશ કરવામાં આવી છે. હિંસાનો કોઈ ધર્મ નથી હોતો અને તેને અસર બધા પર થાય છે. આ દહેશત ભરેલ વાતાવરણમાં પણ કેટલાક લોકો સારા સમય માટે આશા ભરેલ ગીત ગાવા માંગે છે.
શુ કહે છે નંદિતા દાસ
'ફિરાક' માં સાંપ્રદાયિક હિંસાના એક મહિના પછીની પરિસ્થિતિને બતાવવામાં આવી છે, તેથી ફિલ્મમાં હિંસા નથી. મેં આ ભયાનક હિંસા પછી મનુષ્યની સમસ્યા, સંબંધો પર અસર અને માનસિક સ્થિતિને બતાવવાની કોશિશ કરી છે.