મિલી અને જૂલીની મુલાકાત કોકિલા અને કોઈના એટલે કેકે નામની બહેનો સાથે થાય છે. આ ઉંમરલાયક બહેનોને પુરૂષોથી નફરત છે અને તેમણે અત્યાર સુધી લગ્ન નથી કર્યા. વાર્તામાં વળાંક ત્યારે આવે છે. કેકેના પિતા મરી જાય છે. પોતાની વસીયતમાં તેઓ લખી જાય છે કે જો બંને બહેનોએ 45 વર્ષની વય સુધી લગ્ન નહી કર્યા તો તેમની બધી મિલકત એક ટ્રસ્ટમાં જતી રહેશે. આ ટ્રસ્ટનુ કામ દિલખુશ (સદાશિવ અમરાપુરકર) અને હસમુખ (શક્તિ કપૂર)ના હાથમાં છે. 24
કલાક પછી કેકે બહેનો પોતાની વયના 45 વર્ષ પૂરા કરવાની છે. પોતાની મિલકત બચાવવા તેઓ કેવી પણ રીતે લગ્ન કરવા માંગે છે. જે માટે તેઓ મૂરતિયાઓની શોધમાં છે.
પીએમ ભાઈઓની પાસે પૈસા પૂરા થઈ જાય છે અને તેઓ એમ.જે બહેનોને આકર્ષિત કરવા માટે મોંધા કપડાં ખરીદવા માંગે છે. તેઓ પૈસા ચોરવાની દાનતે કેકે બહેનોના ઘરમાં ઘુસી જાય છે. તેમને ખબર નથી હોતી કે કેકે જૂડો-કરાટેની ચેમ્પિયન છે. બંને પીએમ બ્રધર્સને માર મારીને તેમને બંદી બનાવી લે છે અને તેમની સાથે લગ્ન કરી લે છે.
એમજે બહેનોને પણ પીએમ ભાઈઓ સાથે પ્રેમ થઈ જાય છે. તેઓ ચારેય મળીને કેકે બહેનોની હત્યાનો પ્લાન બનાવે છે. આ પછી વાર્તામાં હસી-હસીને લોટપોટ થઈ જવાય તેવી ઘટનાઓ બને છે.