નિર્માતા : ઉદય ચોપડા
નિર્દેશક : જુગલ હંસરાજ
કથા-પટકથા-સંવાદ : ઉદય ચોપડા
સંગીત : સુલીમ - સુલેમાન
કલાકાર : પ્રિયંકા ચોપડા, ઉદય ચોપડા
કેલીફોર્નિયા સ્થિત યૂનિવર્સિટીમાં ભણનારી અલિશા (પ્રિયંકા ચોપડા)ની ચર્ચા ચારે બાજુ છે. તેનુ કારણ છે કે આલિશાની સુંદરતા. સમગ્ર કેમ્પસમાં તેના જેવી હોટ અને સ ઉંદર છોકરી બીજી કોઈ નથી. દરેક છોકરો તેને પ્રેમ કરે છે અને તેને જોવા માટે રસ્તામાં આંખો બિછાવી રાખે છે.
અભય(ઉદય ચોપડા)પણ બધા છોકરાઓની જેમ મનમાં ને મનમાં આલિશાને ચાહવા માંડે છે. પોતાના કોમ્પ્યુટર પોગ્રામ અને મૈક સ્ટોર્સને કારણે એ આલિશા વિશે વધુ વિચારે છે.
અભય એક ખૂબ જ સાધારણ છોકરો છે, જે બેતાળા ચશ્મા લગાવે છે. વિચિત્ર વ્યવ્હાર કરે છે અને દુનિયાનો સામનો કરતા ગભરાય છે. તેનામાં આત્મવિશ્વાસ બિલકુલ નથી અને એ ખૂબ જ શર્માળ છે. અલિશાને તો ખબર જ નહી હોય કે તેના જેવો માણસ પણ આ દુનિયામાં હોય છે.
અભય આ વાત સારી રીતે જાણે છે કે અલિશા એક રાજકુમારી છે અને તે એક બદસૂરત અને સાધારણ ટાઈપનો છોકરો. ક્યાયથી પણ તે અલિશાને લાયક નથી. તેમ છતા તે હિમંત એકત્ર કરીને અલિશાને પોતાના પ્રેમનો એકરાર કરી દે છે અને તેને સમજાય જાય છે કે આ પ્રેમ ઈમ્પોસિબલ છે થોડા દિવસ પછી બંને જુદા જુદા રસ્તે વહી જાય છે. અભય પોતે સ્થાયી થવામાં વ્યસ્ત છે. પરંતુ નસીબ એકવાર ફરી તેને પોતાની સ્વપ્નસુંદરી સામે લાવીને ઉભો કરી દે છે. શુ પોતાની જાત પર વિશ્વાસ કરીને અભય એ મેળવવામાં સફળ થશે જે તેને માટે અશક્ય છે ?શુ અલિશા ચશ્મા પાછળના માણસને જોઈ શકશે, જે તેના પરફેક્ટમેનની પરિભાષામાં ખરો નથી ઉતરતો ? શુ બધુ જ નસીબ દ્વારા નક્કી થાય છે કે ભાગ્યને બદલી પણ શકાય છે કે પછી ભાગ્ય બદલી પણ શકાય છે ? આ પ્રેમ પોસિબલ છે કે ઈમ્પોસિબલ ? આ પ્રશ્નોના જવાબ મળશે 'પ્યાર ઈમ્પોસિબલ'માં.