Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પંખ

પંખ
બેનર : ઈરોજ એંટરટેનમેંટ, વ્હાઈટ ફીધર આર્ટ હાઉસ ફિલ્મ્સ
નિર્માતા : સંજય ગુપ્તા
નિર્દેશક : સુદીસો ચટ્ટોપાધ્યાય
સંગીત : રાજૂ સિંહ
કલાકાર : બિપાશા બાસુ, મૈરાડોના રિબેલો, મહેશ માંજરેકર, રોનિત રોય, લિલેટ દુબે.

'પંખ'ની વાર્તા ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે સંકળાયેલી છે. પૈસાની લાલચમાં ઘણા માતા-પિતા પોતાના બાળકોનુ બાળપણ છીનવી લે છે. આ બાળકો ફિલ્મમાં બાળ કલાકારની ભૂમિકા ભજવે છે. તેમનુ બાળપણ બોલીવુડની ચકાચૌધ રોશનીમાં ગુમ થઈ જાય છે. અભ્યાસ પર પ્રભાવ પડે છે. ઘણા એવા પણ કેસ સાંભળવા મળ્યા હતા જ્યારે માતા-પિતાએ બાળકોને એવા ઈંજેક્શન લગાવ્યા હતા, જેના કારણે તેમનો વિકાસ રોકાય જાય અને તેઓ લાંબા સમય સુધી બાળ કલાકાર બનીને પૈસા કમાવતા રહે.

'પંખ બેબી કુસુમ નામની ચાઈલ્ડ સ્ટારની વાર્તા છે. બેબી કુસુમને જોરદાર સફળતા મળે છે. પરંતુ કુસુમ છોકરી નહી છોકરો છે. તેની ઓળખને છિપાવીને રાખી છે તે પોતાની ઓળખને લઈને કંફ્યૂઝ છે.
IFM

બેબી કુસુમ બનનારી જેરી હવે 20 વર્ષનો થઈ ગયો છે. પોતાની માતા સાથે તેના સંબધ સારા નથી. તેના સપનામાં નંદિની નામની યુવતી આવે છે, જેને તે પોતાની વાત કહે છે. જેરી એકવાર ફરી વયસ્ક ના રૂપમાં પોતાનુ નસીબ અજમાવે છે. આ ફિલ્મ તેની કશ્મકશને બતાવે છે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati