નિર્માતા - વિશાલ ભારદ્વાજ - કુમાર મંગતનિર્દેશક - અનુરાગ કશ્યપગીતકાર - ગુલઝારસંગીતકાર - વિશાલ ભારદ્વાજકલાકાર - જૉન અબ્રાહમમ આયેશા ટાકિયા, રણવીર શોરી, પરેશ રાવલ, જેસી રંધાવા, બિપાશા બાસુ(વિશેષ ભૂમિકા) સેફ અલી(વિશેષ ભૂમિકા)સિગરેટ પીવી ખરાબ આદત છે, તો પણ લોકો પીવે છે. આ સ્મોકિંગની આદત પર નિર્દેશકે અનુરાગ કશ્યપે 'નો સ્મોકિંગ' બનાવી છે. ફિલ્મમાં આયેશા ટાકિયા બેવડી ભૂમિકા ભજવી રહી છે. બિપાશાએ 'ઓંકારા' માં 'બીડી જલઈ લે' પર ડાંસ કર્યો હતો. આ ફિલ્મમાં પણ બિપાશાનું સ્મોકિંગ આયટમ ગીત છે. ગીતના બોલ છે 'ફૂઁક-ફૂઁક કે પી લે' ભારતની સાથે-સાથે આ ફિલ્મનું શૂટિંગ કજાકિસ્તાન અને સાઈબેરિયામાં પણ કરવામાં આવ્યુ છે.
કેકે(જોન અબ્રાહમ) ને બાળપણથી જ સિગરેટની લત લાગી ગઈ હોય છે. યુવાન થતાં થતાં તો તે પાકો ચેન સ્મોકર બની જાય છે. કેકે પોતાની શરતો પર જીંદગી જીવી રહ્યો છે. કેકેની ધૂમ્રપાનની આદતથી તેની પત્ની અંજલી(આયેશા ટાકિયા) ખૂબ જ પરેશાન છે. તેને પોતાના પતિની આ ખરાબ આદતને છોડાવવા માટેના બધા પ્રયત્નો કરી લીધા, પણ બધા વ્યર્થ સાબિત થયા.
અંજલી એક દિવસ કેકેને બાબા બંગાલી સિલ્દાવાલે(પરેશ રાવળ)ની પાસે લઈ જવામાં સફળ થઈ જાય છે. બાબાની 'પ્રયોગશાળા' નામની નશામુક્તિ સંસ્થા છે. જેમાં તે નશો કે ધૂમ્રપાનથી ટેવાયેલા વ્યક્તિનો નશો છોડાવી દેવાનો દાવો કરે છે.
જ્યારે કેકે બાબાની પાસે પહોંચે છે ત્યારે બાબા તેની પાસે એક કોંટ્રેક્ટ સાઈન કરાવે છે. જેમાં લખ્યું હોય છે કે હવે તે ક્યારેય ધૂમ્રપાન નથી કરી શકતો. આ કરારને એકવાર સાઈન કર્યા પછી તોડી નથી શકાતો. કેકે કરાર પર હસ્તાક્ષર એ વિચારીને કરે છે કે તેની જ્યારે પણ ઈચ્છા થશે ત્યારે તે આ કરાર નો ભંગ કરી દેશે.
કેટલાક દિવસો પછી કેકે ને લાગે છે કે આ કરારને તોડવો એટલો સહેલો નથી જેટલો તે સમજી રહ્યો હતો. સિગરેટ વગર તે નહોતો રહી શકતો. કરાર તોડીને એ જ્યારે પહેલીવાર સિગરેટ સળગાવે છે ત્યારે તેની કારમાં વિસ્ફોટ થઈ જાય છે. કેકે વારેઘડીએ સિગરેટ ન પીવાની શર્તને તોડવાની કોશિશ કરે છે અને દરેક વખતે તેની સાથે અનહોની ઘટનાઓ ઘટિત થઈ જાય છે. કેકે વિચારે છે કે ક્યાંકને ક્યાક આ ઘટનાઓની પાછળ તેમની પત્ની અંજલી પણ જવાબદાર છે.
શું કેકે પોતાની આ ખરાબ આદતને છોડી શકશે ?
શું છે બાબા બંગાલીની અસલિયત ?
આ વિચિત્ર ઘટનાઓ પાછળ કોનો હાથ છે ?
જાણવા માટે જુઓ ' નો સ્મોકિંગ '